પંજાબથી આવી રહેલ પ્રદુષિત જળ પર સંયુકત ટીમ આગામી અઠવાડીયે રિપોર્ટ આપશે : કેન્દ્રીય મંત્રી

જાેધપુર: રાજસ્થાનમાં પંજાબના સીમાવર્તી વિસ્તારમાંથી આવી રહેલ દુષિત જળને લઇ કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિહ શેખાવતે કહ્યું છે કે અમે પંજાબ સરકાર,રાજસ્થાન સરકાર નમામિ ગંગે ટીમ સાથે લઇ ચર્ચા કરી હતી.તેના માટે અમે એક સંયુકત ટીમ બનાવી છે જે આગામી અઠવાડીયે પોતાનો રિપોર્ટ આપશે તે રિપોર્ટના આધાર પર આગળનું બાકીનું કામ થશે તેને લઇ કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ની ટીમ પણ પોતાનો રિપોર્ટ બનાવી રહી છે આ સાથે ભાખડા વ્યાસ પ્રબંધન બોર્ડ (બબીએમબી)ને અપશિષ્ટ જળની વ્યવસ્થા કરવાની યોજના બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
અહીંના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી શેખાવતે કહ્યું કે આસપાસના વિસ્તારથી સીવરેજ અને ઔદ્યોગિક કચરો બંન્ને નદીમાં નાખવામાં આવે છે જે હરિકે બૈરાજથી રાજસ્થાનના વિવિધ ભાગોમાં પીવાના પાણી અને ખેતી માટે આવનારા પાણીને પ્રદુષિત કરે છે આ વાતને લઇ ગત ૨૦ વર્ષોથી સંધર્ષ ચાલી રહ્યું હતું અનેકવાર મામલો અદાલતમાં પણ ગયો છે.પંજાબની સરકાર પર અદાલતે પણ દંડ લગાવ્યો હતો અમે ૨૦૧૯માં આ મામલાને ટેકઅપ કર્યો પંજાબના મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે આવી કહ્યું હતું કે તમે આ ફેકટરીઓને બંધ ન કરો અમે આ મુદ્દા માટે જે પણ જરૂરી પગલા છે તેને ઉઠાવીશું પરંતુ કોવિડના કારણે કેટલોક વિલંબ થયો છે.
કેન્દ્રીય મંત્રી શેખાવતે કહ્યું કે આ વખતે ૭૦ દિવસનો નહેર કલોજર હતો આ કલોજરમાં જે સીવેજનું પાણી એકત્રિત થયું હતું તેનાથી વધુ પડકાર પેદા થયો છે રાજસ્થાનના પ્રતિનિધિ મંડળ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાના નેતૃત્વમાં તમામ ધારાસભ્ય અને સાંસદ બીકાનેર હનુમાનગઢ શ્રીગંગાનગર અને જૈસલમેર વિસ્તારના આવ્યા હતાં તેમણે કહ્યું હતું કે હરિક બૈરાજથી કાળુ દુષિત પાણી છોડવાથી રાજસ્થાનની ઇન્દિરા નહેર ગંગા નહેર અને ભાખડા નાંગલ સિચાઇ તંત્ર પર સીધી અસર પડે છે. પંજાબથી જે દુષિત પાણી નહેરોના માધ્યમથી રાજસ્થાન પહોંચી રહ્યો છે તે જન ધન બંન્ને માટે હાનિકારક છે.આ મામલામાં કેન્દ્રીય ંત્રી શેખાવતે તાજેતરમાં જ કહ્યું હતું કે અમારો હેતુ આ સમસ્યાના સ્થાયી અને જનહિતકારી નિદાનનો છે.