પંજાબનાં મુખ્યમંત્રી ચન્નીનાં પત્ની અને પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ચંડીગઢ, સમગ્ર દેશમાં કોરોનાનાં કેસો સતત ઉછાળો મારી રહ્યાં છે. ત્યારે દેશમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યાં છે. તાજેતરમાં જ પંજાબનાં ઝ્રસ્ ચરણજીત સિંહ ચન્નીનાં પત્ની અને તેમનાં પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જાે કે, પંજાબનાં મુખ્યમંત્રીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
દેશમાં કોરોનાની ત્રીજી લહેરે જાેર પકડવાનું શરૂ કર્યું છે અને થોડા દિવસોમાં નવા કોરોનાની સંખ્યા લાખોને વટાવી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, કોરોનાના ૧,૪૧,૯૮૬ નવા કેસ નોંધાયા છે.
એક સપ્તાહ પહેલા સુધી જે કેસ ૨૨ હજારની આસપાસ હતા તે માત્ર એક સપ્તાહમાં ૫ ગણાથી વધુ વધીને ૧ લાખને પાર કરી ગયા છે. કોરોનાની સાથે ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનના ૩ હજારથી વધુ કેસ નોંધાયા છે.HS