પંજાબના હોંશિયારપુર જિલ્લાની મહિલાઓએ ગામ લોકો માટે ઘેર બેઠાં માસ્ક બનાવ્યાં
નવી દિલ્હી, એપ્રિલ 15, 2020, પંજાબના હોંશિયારપુર જિલ્લાના હાજીપુર બ્લોકમાં આવેલા ગુગવાલ હાર ગામમાં યુવાન મહિલાઓનુ એક જૂથ અથાક પ્રયાસો કરીને પોતાના ગામના અને આસપાસના ગામના દયનીય સ્થિતિમાં જીવતાં સ્થાંતરી મજૂરો તેમજ રેશન અને ભોજનનો પુરવઠો પૂરો પાડતા લોકોની કોરોનાવાયરસના ચેપથી સુરક્ષા માટે સતત કામ કરી રહ્યુ છે અને ઘરે તૈયાર કરેલાં માસ્કસ તેમને વિના મૂલ્યે વહેંચી રહ્યુ છે. આ જૂથની આગેવાની ગામના સરપંચ શ્રી નરેન્દ્ર સિંહે લીધી છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ના સહયોગથી કામ કરતી પંજાબ સ્ટેટ સાયન્સ એન્ડ ટેકનોલોજી કાઉન્સિલ, (PSCST) મહિલાઓ માટેના સમાજલક્ષી કાર્યક્રમ હેઠળ “ટેકનોલોજી એમ્પાવરમેન્ટ ઓફ એનર્જી ફ્રોમ રૂરલ બાયોમાસ” પર કામ કરી રહ્યુ છે. કોરોનાવાયરસ મહામારીના વાતાવરણ વચ્ચે આ કાર્યક્રમ હોંશિયારપુર જિલ્લાના તલવારા બલોકમાં શરૂ કરવામાં આવ્યો છે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી આશુતોષ શર્મા જણાવે છે કે “માસ્ક બનાવવાની તથા તેના ઉપયોગ અંગેની જાગૃતી જેમ વધતી જાય છે તેમ તેમ ઘરે બનાવેલાં માસ્કસનુ સામાન્ય જનતા માટે ક્રાઉડ સોર્સિંગ ઝડપભેર પકડાઈ રહ્યુ છે. સ્થાનિક નેતાગીરીના સહયોગથી આ કામગીરીનો વ્યાપ વધ્યો છે. ચેપને પ્રસરતો અટકાવવામાં અને તેને ધીમો પાડવામાં આ કામગીરી એક મહત્વનુ કાર્ય પૂરવાર થશે”
માસ્કસ બનાવવાની પહેલ તા. 6 એપ્રિલ, 2020ના રોજ શરૂ કરવામાં આવી હતી. ભારત સરકારના અગ્ર વ2જ્ઞાનિક અધિકારીએ બહાર પાડેલા મેન્યુઅલ મુજબ પંજાબ સ્ટેટ સાયન્સ એનેડ ટેકનોલોજી કાઉન્સિલે (PSCST) આ કામગીરીમાં આવશ્યક સહયોગ આપીને આ ઉમદા પ્રયાસ માટે કાચી સામગ્રી પૂરી પાડી છે. દસ દિવસની અંદર તો ગુગવાલ હર ગામ આસપાસનાં ચાર ગામની મહિલાઓએ મહિલાઓના આ જૂથે સ્થળાંતર કરીને આવતા કામદારો, ગામના લોકો અને નાના દુકાનદારો માટે સારી ગુણવત્તા ધરાવતા 2,000થી વધુ માસ્ક તૈયાર કરી દીધા હતાં.
આ ઉપરાંત પંજાબ સ્ટેટ સાયન્સ એનેડ ટેકનોલોજી કાઉન્સિલે સરપંચો અને સ્થાનિક સવ સહાય જૂથની મહિલાઓનુ એક વ્હોટ્સ એપ્પ જૂથ બનાવી દીધુ છે અને તલવારા બ્લોકના 30 ગામના લોકોને દત્તક લીધા છે. આ વ્હોટ્સ એપ્પ ગ્રુપ રાજ્ય તથા કેન્દ્ર સરકારે બહાર પાડેલી વિવિધ માર્ગદર્શિકા અંગે સ્થાનિક વસતીને માહિતગાર કરી રહ્યુ છે. ગામડાંના લોકોએ તેમની સુરક્ષા માટે થઈ રહેલા આ પ્રયાસને આવકાર્યો છે.ગામના લોકો એ બાબતનો ખ્યાલ રાખી રહ્યા છે કે સરકાર દ્વારા જે તે સમયે જે માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવે તેનુ પાલન થતુ રહે.