પંજાબના CM અમરિંદર દિલ્હીની ઘટનાથી હતપ્રભ
ચંદીગઢ: દિલ્હીમાં ગણતંત્ર દિવસના દિવસે ટ્રેક્ટર માર્ચના નામે થયેલી હિંસા અને ઉપદ્રપની ઘટના પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટિકા કરી છે. તેમણે કહ્યું કે દિલ્હીના દ્રશ્યોથી હતપ્રભ છું. કેટલાક તત્વો દ્વારા કરેલી હિંસા સ્વીકાર્ય નહીં. આ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા શાંતિપૂર્ણ પ્રદર્શનની ભાવનાની વિરુદ્ધ છે. કિસાન નેતાઓએ હિંસાથી પોતાને અલગ કરી લીધા છે અને ટ્રેક્ટર રેલી સ્થગિત કરી છે. હું બધા વાસ્તવિક ખેડૂતોને અપીલ કરું છું કે તે દિલ્હી ખાલી કરે અને પાછા બોર્ડર પર પરત ફરે.
આ પહેલા ગણતંત્ર દિવસ પર ધ્વજારોહણ પછી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે તેમનું દિલ ખેડૂતો સાથે છે. તેમણે પીએમ નરેન્દ્ર મોદીને ખેડૂતોની માંગણીનો ઉકેલ લાવવાની માંગણી કરી હતી.
કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર કૃષિ કાનૂન બનાવવાને લઈને ઉચ્ચ સ્તરીય કમિટીમાં પંજાબને જાણી જાેઈને સામેલ કર્યું નથી કારણ કે કેન્દ્ર સરકારને ખબર હતી કે પંજાબથી આ કાનૂનો સામે વિરોધના સ્વર ઉઠશે.
આ કાનૂનોનો ત્યાં સુધી વિરોધ થતો રહેશે જ્યાં સુધી ખેડૂતોના હિતોની સુરક્ષા થશે નહીં. મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબને હાઇ પાવર કમિટીમાં તેમના આગ્રહ કર્યા પછી સામેલ કરવામાં આવ્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે હરિત ક્રાંતિના માધ્યમથી દેશને ખાદ્યાનના મામલામાં આર્ત્મનિભર બનાવનાર ખેડૂતોને આટલા હદ સુધી ઉપેક્ષિત કરવામાં આવશે.