Western Times News

Gujarati News

પંજાબની કેટરિનાથી ફેમસ થયેલી શહેનાઝ ગિલે ખરીદી મોંઘીદાટ કાર

શહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યાં

શહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેના ચાહકો અને સેલિબ્રિટિ નવી લક્ઝરી કારની શુભકામના પાઠવી રહ્યા છે

મુંબઈ,પંજાબની કેટરિનાથી ફેમસ શહેનાઝ ગિલે કરોડો રુપિયાની નવી લક્ઝરી કાર ખરીદી છે. શહેનાઝ ગિલે સોશિયલ મીડિયા પર નવી લક્ઝરી મર્સિડીસ કારનો ફોટો શેર કર્યાે છે આ સાથે એક ઈમોશનલ નોટ પણ લખી છે.શહેનાઝ ગિલે પોતાની ડ્રીમ કાર ખરીદી છે. તેમણે બ્લેક રંગની ઓડી જીએલએસ ખરીદી છે, જેની કિંમત ભારતમાં ૧.૩૪ કરોડ રૂપિયાથી વધુ છે. શહેનાઝે સુંદર ફોટો શેર કરી કેપ્શનમાં લખ્યું સપનાથી લઈ ડ્રાઈવવે સુધી, મારી મહેનતના હવે આ ૪ પૈંડા છે.

આજે ખુબ ખુશ છું. વાહેગુરુ તેરા શુક્રશહેનાઝે કારના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા તેના ચાહકો અને સેલિબ્રિટિ નવી લક્ઝરી કારની શુભકામના પાઠવી રહ્યા છે.અનિલ કપૂરની દીકરી અને ફેશન ડિઝાઈનર રિયા કપૂરે પણ શહેનાઝને શુભકામના પાઠવી છે.મીડિયા રિપોર્ટ અનુસાર ભારતમાં મર્સિડિસ-બેન્ઝ જીએલએસ ની એક્સ-શોરૂમ કિંમત સામાન્ય રીતે આ મુજબ હોય છે. બેઝ મોડેલની કિંમત રૂ. ૧.૩૪ કરોડથી શરૂ થાય છે અને ટોપ મોડેલની કિંમત રૂ. ૧.૩૯ કરોડ સુધી જાય છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.