પંજાબની કેટરીના તરીકે જાણીતી શહેનાઝ ગિલ પંજાબ પહોંચી
મુંબઈ, સપ્ટેમ્બર, ૨૦૨૧માં હાર્ટ અટેકના કારણે સિદ્ધાર્થ શુક્લાનું નિધન થતાં શહેનાઝ ગિલનું તો જીવન જાણે વેખવિખેર થઈ ગયું હતું.
સિદ્ધાર્થ શુક્લા આમ અચાનક જતાં રહેતા શહેનાઝ ગિલ ભાંગી પડી હતી. તેના નિધનના આઘાતમાંથી બહાર આવવામાં સિંગર-એક્ટ્રેસને ઘણો સમય લાગ્યો હતો. અત્યાર સુધીના ઘણા ઈન્ટરવ્યૂમાં તે સમય તેના માટે કેવો હતો તેના વિશે વાત કરી ચૂકી છે. વાતચીત કરવા દરમિયાન તે ઘણીવાર રડતા પણ દેખાઈ છે.
જાે કે, શહેનાઝ ગિલ હવે એકલા ખુશ રહેતા શીખી ગઈ છે અને નોર્મલ લાઈફ તરફ વળી ગઈ છે. પંજાબની કેટરીના તરીકે જાણીતી શહેનાઝ ગિલ છેલ્લા કેટલાક દિવસથી તેના વતન પંજાબમાં છે. જ્યાં તે ખૂબ એન્જાેય કરી રહી છે અને સાથે ફેન્સને પણ તેના સુંદર વતનની ઝલક દેખાડી રહી છે.
શહેનાઝ ગિલ વતનમાં જઈને પંજાબી કૂડી બની ગઈ છે. તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પરિવારની કેટલીક મહિલાઓ સાથે ઘર બહાર રોડ પર પોપ્યુલર પંજાબી બોલી પર પર્ફોર્મ કરી રહી છે.
શહેનાઝે પર્પલ ડ્રેસ અને દુપટ્ટો પહેર્યો છે. વીડિયોમાં, તેને પરિવાર અને પાડોશી સાથે ગાતી જાેઈ શકાય છે. જે બાદ તે ગિદ્દા પર કરે છે, જે પંજાબની મહિલાઓનું એક લોકપ્રિય નૃત્ય છે. તેની સાથે અન્ય મહિલાઓ પણ જાેડાઈ છે.
ઘણા લાંબા સમય બાદ શહેનાઝને ખુશ જાેઈને તેના ફેન્સને પણ આનંદ થઈ રહ્યો છે. એક ફેને લખ્યું છે અમારી જૂની ગિલ પાછી આવી ગઈ, એક ફેને લખ્યું છે તને ખુશ જાેઈને ખુશી થાય છે, એક ફેને શહેનાઝ ગિલના વખાણ કરતાં લખ્યું છે ‘કેટલી સુંદર લાગી રહી છે.
તો એકે લખ્યું છે વડીલો સાથે સમય પસાર કરવો તે સારી વાત છે. તને ખૂબ બધો પ્રેમ. ભગવાન હંમેશા તારા પર આશીર્વાદ વરસાવતા રહે, તું હંમેશા ચમકતી રહે. એક દિવસ પહેલા શહેનાઝ ગિલે તેના ગામડાના ખેતરમાંથી સુંદર વીડિયો શેર કર્યો હતો.
જેમાં પણ તે ડ્રેસમાં જાેવા મળી હતી. તેણે ટ્રેકટરની રાઈડ મારી હતી તો સરસવના ખેતરમાં દુપટ્ટો લહેરાવીને ડાન્સ પણ કર્યો હતો.શહેનાઝ ગિલ હાલમાં તેના મોબાઈલના વોલપેપરના કારણે ચર્ચામાં આવી હતી, જેમાં તે સિદ્ઘાર્થનો હાથ પકડેલી જાેવા મળી હતી. તે જાેઈને #SidNaazના ફેન્સની આંખો ભીની થઈ ગઈ હતી.SSS