પંજાબની ચુટણીમાં ‘આપ’ને બહુમતી મળતા હાલોલમાં વિજયોત્સવ મનાવ્યો
(પ્રતિનિધિ) હાલોલ, ઉત્તર પ્રદેશ, પંજાબ,ઉત્તરાખંડ, મણીપુર ગોવા સહિતના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુટણીના પરિણામો જાહેર થયા છે,જેમા ચાર રાજ્યોમાં ભાજપે ભગવો લહેરાવ્યો છે.જ્યારે પંજાબના અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ છે.
૧૧૭ કુલ બેઠકોમાંથી ૯૧ બેઠકો પર ભવ્ય જીત મેળવી છે.આમ આદમીએ દિલ્લીમાં સરકાર બનાવ્યા બાદ પંજાબમા વિજયનુ ખાતુ ખોલાવતા પંચમહાલ જીલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ખૂશીનો માહોલ જાેવા મળ્યો હતો.પંચમહાલ જીલ્લાના હાલોલ ખાતે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને મહિલા કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી.
હાલોલ તાલુકા પ્રમુખ વિશાલસિંહ જાદવ તથા શહેર પ્રમુખ જયદેવસિંહ જાડેજા,પંચમહાલ જીલ્લા મહામંત્રી મુક્તિ જાદવ, તાલુકા ઉપપ્રમુખ યુવરાજસિંહ સોલંકી, સંગઠન મંત્રી લક્ષ્મણસિંહ પરમાર, તાલુકા મહામંત્રી રાજેશભાઈ પરમાર, ટીનાબેન પંચાલ, ઉષાબેન પાંડે, દિનેશભાઈ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકબીજાને મિઠાઈ ખવડાવી,
ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી હતી.પંજાબ ની જીત થી આમ આદમી પાર્ટી ની બદલાવ ની રાજનીતિ ને વેગ મળ્યો છે જે હવે ગુજરાત મા પણ જાેવા? મળશે તેવો આશાવાદ કાર્યકર્તાઓએ વ્યક્ત કર્યો હતો.