Western Times News

Gujarati News

પંજાબની ચૂંટણીમાં જાે કોઈ કોંગ્રેસને હરાવી શકે છે તો તે કોંગ્રેસ પોતે જ છે: નવજોત સિંહ સિદ્ધુ

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુએ ફરી એકવાર પોતાના પંજાબ મોડલ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, તેમના પંજાબ મોડેલમાં માફિયાઓનો સફાયો કરવામાં આવશે. પાર્ટીમાં જૂથબંધી અંગેના સવાલના જવાબમાં નવજાેતસિંહ સિદ્ધુએ કહ્યું હતું કે, કોંગ્રેસને કોઈ હરાવી શકે તેમ નથી. માત્ર કોંગ્રેસ જ પોતાને હરાવી શકે છે.

નવજાેત સિંહ સિદ્ધુ અમૃતસર પૂર્વ વિસ્તારની સીટથી વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. શિરોમણી અકાલી દળે આ બેઠક પર બિક્રમસિંહ મજીઠિયાને મેદાનમાં ઉતાર્યા છે. સિદ્ધુ મજીઠિયા પર આક્રમક છે.

કોર્ટ રોડ પર પોતાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરતા તેમણે કહ્યું કે, આ વખતે લડાઈ માફિયાઓ સાથે છે. કાં તો આ વખતે તે પંજાબ રહેશે અથવા માફિયા હશે. સિદ્ધુએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જાે કોઇ મારા કાર્યકર્તાઓ સાથે ગેરવર્તન કરશે તો હું તેને દફનાવી દઇશ. એ બીજા લોકો હશે જે ડરશે. આ કોંગ્રેસની સીટ છે અને અમારી મૂછોનો પણ સવાલ છે. ઈંટનો જવાબ પથ્થરથી આપશું યાદ રાખજાે.

તેમણે કહ્યું કે, અકાલીઓ શહેરમાં ગુંડાગીરી લાવી રહ્યા છે એટલે જ લોકોએ તેમને રિજેક્ટ કરીને મોઢા પર જૂતા ફેંક્યા હતા. ત્યારબાદ વિધાનસભાની ૪૫માંથી ૧૨ બેઠકો પર સમેટાઈ ગઈ છે. અમે તેમને શહેરોમાં પગપેસારો કરવા દઈશું નહીં. આ એ જ લોકો છે જેમણે ગુંડાઓનો ઉછેર કર્યો હતો, ઇન્સ્પેક્ટરોની છાતી પર ગોળી ચલાવી હતી.

કોંગ્રેસ લોકોને મજબૂત સરકાર આપશે, જેમાં વેપાર-ધંધા ધમધમશે.તેમણે કહ્યું કે રેતી માફિયા, દારૂ માફિયા, ભૂમાફિયા, ફોર્મ માફિયા, આ તમામ લોકો છે. તેઓએ જ લોકોને ડરાવ્યા હતા અને તેમના કારણે ધંધો છીનવી લીધો હતો, પછી ભલે તે પરિવહન હોય કે ઢાબાના માલિકો. બઠિંડામાં કચરાના ઢગલાની જગ્યા પણ આ લોકોએ વહેંચી નાખી હતી.

હજી પણ બેલ પર બહાર છું અને હું બેલ પર છું તેવા નિવેદનમાં ચૂંટણી સોગંદનામું આપવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડીને જતા રહ્યા તે અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની સાથે એ જ વ્યક્તિ છે જે મજબૂત સત્તા ચલાવે છે, જે પક્ષને માને છે, તે તેમની સાથે છે.

તેમણે કહ્યું કે તે કલંકની રાજનીતિ કરવા માંગતા નથી અથવા કોઈની માતા અને બહેન પર કાદવ ઉડાડવા માંગતા નથી. તેઓ મારા પંજાબ મોડેલના સકારાત્મક એજન્ડાને પાટા પરથી ઉતારવા માગે છે પરંતુ, હું એવું થવા દઈશ નહીં. મારા પંજાબ મોડેલ વિશે રાહુલ ગાંધીએ તેમની પંજાબની મુલાકાત દરમિયાન ચર્ચા કરી હતી, તે મારા માટે ગર્વની વાત છે.

તેમણે કહ્યું કે પંજાબમાં જ્યારે કોંગ્રેસની સરકાર બનશે ત્યારે લોકો કાર્યાલયોમાં નહીં જાય, ઉલટાનું કાર્યાલયોમાંથી લોકો પોતાના ઘરે જશે. પંજાબમાં ડબલ એન્જિનની સરકાર આપવાની કેપ્ટનની વાત પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે તેમના એન્જિનમાં ધૂમાડો કરવામાં આવ્યો છે. જાે તે મારી સાથે અડધો કલાક બેડમિન્ટન રમશે તો હું રાજકારણ છોડી દઈશ. સિદ્ધુએ ચીકુ સીતાફળ વિશે વાત કરતા કેપ્ટનની પણ મજાક ઉડાવી હતી.

સિદ્ધુએ કહ્યું કે, મજીઠિયા મારા માટે ગાડી ચલાવતો હતો. તેણે મારા માટે સૂપ બનાવ્યો. યુપીથી ભાગીને તે અહીં આવ્યા છે અને હવે તે મને રાજકારણ કેવી રીતે કરવું તે શીખવાડશે. તે બે નંબરનો માણસ છે. રેતી અને કેબલના પૈસા ખાઈ ગયા. લોકોની ચિત્તાઓ વેચી દેવામાં આવી અને પંજાબના યુવાનોનો અવળે રસ્તે ચડાવીને તેમનું ભવિષ્ય બગાડ્યું. કોણ મોઢું કાઢશે?HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.