પંજાબનો રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ ૫૪ રને વિજય
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/05/PBKS-vs-RCB.webp)
બેરસ્ટો-લિવિંગસ્ટોનની તોફાની અડધી સદી
આ પરાજય છતાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે, પંજાબ કિંગ્સ છઠ્ઠા ક્રમે છે
નવી દિલ્હી,જાેની બેરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોનની તોફાની અડધી સદી બાદ કાગિસ રબાડ સહિત બોલર્સે કરેલી ઘાતક બોલિંગની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ-૨૦૨૨માં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ૫૪ રને શાનદાર વિજય નોંધાવ્યો હતો. બેંગલોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેની બેરસ્ટોની ૬૬ અને લિવિંગસ્ટોનની ૭૦ રનની ઈનિંગ્સની મદદથી પંજાબે નિર્ધારીત ૨૦ ઓવરમાં નવ વિકેટે ૨૦૯ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરની બેટિંગ નિરાશાજનક રહી હતી અને ટીમ ૨૦ ઓવરમાં નવ વિકેટે ૧૫૫ રન જ નોંધાવી શકી હતી. બેંગલોર માટે એક પણ બેટર અડધી સદી નોંધાવી શક્યો ન હતો. ગ્લેન મેક્સવેલે સૌથી વધુ ૩૫ રનની ઈનિંગ્સ રમી હતી.
પંજાબ માટે ઝડપી બોલર કાગિસો રબાડાએ ત્રણ વિકેટ ખેરવી હતી. આ પરાજય છતાં બેંગલોર ૧૩ મેચમાં ૧૪ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે જ્યારે ૧૨ મેચમાં ૧૨ પોઈન્ટ સાથે પંજાબ છઠ્ઠા ક્રમે છે. ૨૧૦ રનના લક્ષ્યાંક સામે બેંગલોરની બેટિંગ કંગાળ રહી હતી. વિરાટ કોહલી અને સુકાની ફાફ ડુપ્લેસિસની જાેડીએ આક્રમક શરૂઆત કરી હતી પરંતુ તે મોટી ઈનિંગ્સ રમી શક્યા ન હતા. કોહલી ૧૪ બોલમાં ૨૦ તથા ડુપ્લેસિસ આઠ બોલમાં ૧૦ રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ રજત પાટીદાર ૨૬ અને મહિપાલ લોમરોર છ રન નોંધાવીને પેવેલિયન ભેગા થયા હતા.
ગ્લેન મેક્સવેલે આક્રમક બેટિંગ કરતા ૨૨ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. વિકેટકીપર દિનેશ કાર્તિકે ૧૧ અને હર્ષલ પટેલે પણ ૧૧ રનનું યોગદાન આપ્યું હતું. પંજાબ માટે કાગિસો રબાડાએ ત્રણ તથા રિશિ ધવન અને રાહુલ ચહરે બે-બે વિકેટ ઝડપી હતી. હરપ્રીત બ્રાર અને અર્શદીપ સિંહને એક-એક સફળતા મળી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. જાેની બેરસ્ટો અને લિયામ લિવિંગસ્ટોનની તોફાની અડધી સદીની મદદથી પંજાબે નિર્ધારીત ૨૦ ઓવરમાં નવ વિકેટે ૨૦૯ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
બેરસ્ટોની તોફાની બેટિંગની મદદથી પંજાબે વર્તમાન સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ ૮૩ રન નોંધાવ્યા હતા. ટીમની શરૂઆત જ ધમાકેદાર રહી હતી. ૪.૬ ઓવરમાં જ જાેની બેરસ્ટો અને શિખર ધવનની ઓપનિંગ જાેડીએ ૬૦ રન ફટકારી દીધા હતા. ધવન ૧૫ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે ૨૧ રન નોંધાવીને આઉટ થયો હતો. જાેકે, બેરસ્ટોએ પોતાની તાબડતોબ બેટિંગ જારી રાખી હતી. તેણે ૨૧ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.sss