પંજાબમાં અકસ્માતમાં ઘાયલ યુવકને ઊઠાવી સોનુ સુદ દોડ્યો
મોગા, અભિનેતા સોનૂ સૂદ ફરી એક વખત મસીહા બનીને સામે આવ્યો છે. સોનૂએ રોડ એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક યુવકનો જીવ બચાવ્યો હતો.
પંજાબના મોગા-બઠિંડા રોડ પર મોડી રાતે અકસ્માતની ઘટના બની હતી. રસ્તા પર ૨ ગાડીઓ વચ્ચે જાેરદાર અથડામણ થયા બાદ એક યુવક ગાડીમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. તે વખતે સોનૂ પોતાની ગાડીમાં ક્યાંક જઈ રહ્યો હતો. એક્સિડેન્ટ અંગે જાણ થતાં જ સોનૂ ગાડીમાંથી નીચે ઉતરી આવ્યો હતો અને યુવકનો જીવ બચાવ્યો હતો.
સોશિયલ મીડિયામાં આ ઘટનાનો એક વીડિયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, ખૂબ જ ભયંકર રીતે ઘાયલ એક યુવાન ગાડીમાં ફસાયેલો છે અને તે વખતે સોનૂ પોતાની ગાડી રોકીને મદદ કરવા પહોંચી જાય છે. સોનૂએ ગાડીનો દરવાજાે ખોલીને યુવકને બહાર કાઢ્યો હતો અને બાદમાં પોતાના ખોળામાં ઉઠાવીને દોડ્યા હતા. સોનૂ તે યુવકને પોતાની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયો હતો અને સમયસર સારવાર મળી જવાના કારણે તે યુવકનો જીવ બચી ગયો હતો.SSS