પંજાબમાં આતંકી હુમલાની સંભાવનાને ધ્યાનમાં રાખી પોલીસને એલર્ટ કરાઇ
લુધિયાણા: એક અઠવાડીયાની અંદર પહેલા મોગા ત્યારબાદ ખન્નાથી ખાલિસ્તાન લિબ્રેશન ફોર્સ (કે એલ એફ)ના આતંકી પકડાયા બાદ પોલીસ સતર્ક થઇ ગઇ છે.પોલીસ સુત્રો અનુસાર પુછપરછમાં સામે આવ્યું હતું કે આ લોકો પંજાબમાં ટારગેટ કિલિંગ અને આતંકી ગતિવિધિઓ માટે રેકી કરી રહ્યાં હતાં ત્યારબાદ ગુપ્તચર તંત્ર સતર્ક થઇ ગયું છે. ગુપ્તચર એજન્સીઓએ પંજાબ પોલીસને એલર્ટ પણ જારી કર્યું છે તેમને ઇનપુટ મળ્યા છે કે લુધિયાણાના બસ સ્ટેન્ડ પાર્કિગ અને ધાર્મિક સ્થળો રેલવે સ્ટેશન મોલ અને અન્ય ભરચક વાળી જગ્યાઓ પર આતંકી ગતિવિધિઓ થવાની સંભાવના થઇ શકે છે આથી પંજાબની સાથે સાથે લુધિયાણા પોલીસ પણ એલર્ટ થઇ ગઇ છે.
પોલીસે મોલ બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન પાર્કિગ સ્થળો પ સર્ચ અને ચેકિંગ પણ શરૂ કર્યું છે આતંકી હુમલા સંબંધી હાલ કોઇ ઉચ્ચ અધિકારીએ સ્પષ્ટ કર્યું નથી જાે કે એડીસીપી પ્રજ્ઞા જૈનના નેતૃત્વમાં એસીપી પોલીસ ફોર્સ અને પી સી આર ટીમોએ રેલવે સ્ટેશન પર ચેકીંદ કર્યું હતું જેમાં લગભગ દરેક આવનારા જનારા લોકોની બેગ ચેક કરવામાં આવી હતી. ટ્રેનની અંદર બેઠેલા લોકોની પુછપરછ કરી તેમની સામગ્રીની તલાશી લેવામાં આવી હતી આ ઉપરાંત નગર નિગમના ઝોન એની પાસે આવેલ મલ્ટીસ્ટોરી પાર્કિગની ચેકીંગ કરવામાં આવી હતી પાર્કિગમાં આવનારી ગાડીઓની સર્ચ કરવામાં આવી હતી તેના દસ્તાવેજ ચેક કરવામાં આવ્યા હતાં આવું જ શહેમાં મોલ ધાર્મિક સ્થાનો પર પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
દરમિયાન મલ્ટીસ્ટોરી પાર્કિગમાં ચેકિંગ દરમિયાન પોલીસે એક આલ્ટો કારથી બે કવર શોધ્યા હતાં જેમાં સફેદ રંગનો પાવડર હતો પોલીસે ઘટના સ્થળે તેની તપાસ કરી પરંતુ કાંઇ સ્પષ્ટ થયું નહીં કાર ચાલકનું કહેવુ હતું કે આ પાણીને ગાઢ બનાવવાનું કેમિકલ છે આમ છતાં પોલીસે શંકા વ્યકત કરી સફેદ પાવડરને પોતાના કબજામાં લીધો અને કાર ચાલકને પોલીસ સ્ટેશને બોલાવી પુછપરછ કરી હતી. આ ઉપરાંત અન્ય સ્થળોએ પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું અને વાહનો તપાસવામાં આવ્યા હતાં.