પંજાબમાં આવનારા સમયમાં પાર્ટીનો રોલ મોટો થવાનો છે : અમિત શાહ
કોલકતા: પંજાબ સ્થાનિય સ્વરાજની ચૂંટણીમાં ભાજપની હાર થતાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે ચૂંટણીના પરિણામો સાથે જાેડાયેલા એક સવાલના જવાબમાં કહ્યું કે પંજાબમાં આવનારા સમયમાં તેમની પાર્ટીનો રોલ મોટો થવાનો છે. અત્યાર સુધી આ રોલ મર્યાદિત હતો.
ખેડૂત આંદોલનની વચ્ચે થયેલી ચૂંટણીમાં કોંગ્રેસને બઠિંડા, હોંશિયારપુર, કપૂરથલા, અબોહર, બટાલા તથા પઠાનકોટમાં જબરજસ્ત જીત મળી છે. શાહે કોલકત્તામાં આયોજિત એક કાર્યક્રમમાં ખેડૂત આંદોલન, એમએસપી વગેરે વિશે વાત કરી છે.
એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં પંજાબ ચૂંટણી પર પૂછાયેલા સવાલમાં અમિત શાહે કહ્યું કે પંજાબમાં અત્યાર સુધી અકાળી દળ અને ભાજપનું ગઠબંધન હતુ. લિમિટેડ રોલ હતો. હવે પંજાબમાં અમારો રોલ મોટો થશે. જાે કે આ કામ કોઈ રાતો રાત નથી થતુ.
ચૂંટણીના પરિણામોને આની સાથે ન જાેડવામાં આવે.અમારી પાર્ટી અનેક ચૂટણી જીતી પણ છે. જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ. રાજસ્થાન, મધ્ય પ્રદેશ, લેહ લદ્દાખમાં અમે જીત્યા છે. પંજાબમાં નહોંતા. અમે અમારી પાર્ટીને આગળ વધારીશું. અમે એ લોકોને મનાવીશું તે સાચી વાત કરે છે.
દિલ્હીની અનેક બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને અમિત શાહે કહ્યું કે એમએસપી વિશે અમે સ્પષ્ટ કરી દીધું છે તે ચાલુ રહેશે. પહેલા એમએસપી પર કાયદો ન હોતો પરંતુ અત્યાર સુધી આંદોલન કેમ ન થયું. અમે એમએસપી પર ખરીદી દોઢ ગણી વધારે કરી છે. પરંતુ યુપીએના સમયે આંદોલન નહોતા થતા. જાે કાયદામાં ક્યાંય ખામી છે તો અમે તેમાં ફેરફાર કરવા તૈયાર છીએ.