પંજાબમાં એમએસપી પર પાક ન ખરીદવામાં નહીં આવે તો ત્રણ વર્ષની જેલ
ચંડીગઢ, પંજાબ વિધાનસભના વિશેષ સત્રના બીજા દિવસની કાર્યવાહીમાં કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોને પંજાબમાં નિષ્પ્રભાવી કરવા માટે ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા હતાં જેને સર્વસંમતિથી પાસ કરવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રી હવે રાજયપાલને મળવા જશે અને મુખ્યમંત્રી કિસાનોને પણ અપીલ કરશે કે તે રેલવે ટ્રેક ખાલી કરી દે.રાજયમાં ટ્રેનોની અવરજવર બંધ થવાથી નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
ગૃહના નેતા મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે વિશેષ સત્રમાં બિલ લાવવામાં વિલંબ થયો મુખ્યમંત્રીએ સરકારી પ્રસ્તાવો રજુ કર્યા હતાં.તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર કૃષિ કાનુનોને પાછા લે તે આ સંબંધમાં કેન્દ્રને ત્રણ પત્ર પણ લખી ચુકયા છે. પંજાબ વિધાનસભામાં કેન્દ્રના કૃષિ કાનુનોને નિષ્પ્રભાવી કરવા માટે એક સાથે એક પ્રસ્તાવ અને ત્રણ બિલ રજુ કરવામાં આવ્યા બિલ પાસ થયા બાદ મુખ્યમંત્રી સુધા કોંગ્રેસ આપ અને અકાલી દળના ધારાસભ્યો સાથે રાજયપાલને મળવા માટે ગયા હતાં. વિધાનસભા અધ્યક્ષ રાણા કેપીસિંહે કહ્યું કે વિધાનસભા કેન્દ્રના કાનુન પર ભારે ખેદ વ્યકત કરે છે.
વિધાનસભા પહેલા પણ તેની વિરૂધ્ધ પ્રસ્તાવ પાસ કરી ચુકયુ હતું પરંતુ આમ છતાં કેન્દ્ર સરકારે કાનુન પસાર કરી દીધો તેમણે કહ્યું કે કેન્દ્રે વ્યાપારિઓ માટે આ કાનુન બનાવવામા ંઆવ્યો છે નહીં કે ખેતી કે કિસાનો માટે કેન્દ્રના ત્રણ કૃષિ કાનુનોના પ્રભાવને રાજયમાં રોકવા માટે પંજાબ સરકારે જે ત્રણ બિલ રજુ કર્યા છે તેમાં કિસાનોની આશંકાઓને દુર કરવાનો પ્રયાસ કર્યો છે. મંડીઓની બહાર ખરીદ કરનારાને કોઇ ટેકસ નહીં ચુકવવાની જાેગવાઇને રોકવા માટે પંજાબ સરકારે પોતાના કાનુનમાં કહ્યું છે કે પંજાબ રાજયમાં કયાંય પણ ઘઉ અને અનાજ ન્યુનતમ સમર્થન મૂલ્યથી ઓછું ખરીદી શકાશે નહીં જાે કોઇ કંપની કોર્પોરેટ વ્યાપારી વગેરે આમ કરે છે તો તેને ત્રણ વર્ષની સજા અને દંડની જાેગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત કેન્દ્રીય કાનુનમાં કોન્ટ્રેકટ ફાર્મિગ એકટમાં કિસાનો અને કંપનીઓ વચ્ચે વિવાદ થવા પર ફકત એસડીએમ સુધી જ કેસ લડવાની જાેગવાઇ કરવામાં આવી છે.જયારે તેના પ્રભાવને ઓછો કરવા માટે રાજય સરકારે પોતાના એકટમાં જાેગલાઇ કરી છે કે સિવિલ કોર્ટમાં કિસાન જઇ શકશે આવશ્યક કાનુન જેમાં કેન્દ્રીય કાનુનમાં કહેવામાં આવ્યું છે કે ખરીદવામાં આવનાર પાકની બાબતમાં કોઇ પણ લિમિટ હશે નહીં અને ન તો તેનું ભંડારણ કરવામાં આવ્યું છે તેની બાબતે બતાવવાની જરૂર છે. આ પ્રભાવને ઓછો કરવા માટે પંજાબ સરકારે પોતાના બિલમાં કહ્યું છેકે ખરીદવામાં આવનાર પાકની સીમા રાજય સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને તેને કયાં સ્ટોર કરવામાં આવી છે એ પણ બતાવવું પડશે આ બિલો પર ચર્ચા ચાલી હતી.અમરિંદરસિંહે ગૃહમાં કહ્યું કે કેન્દ્ર સરકારે બંધારણનો ભંગ કર્યો છે.
પંજાબે દેશને ખાદ્યાન્નના મામલામાં આત્મનિર્ભર બનાવ્યો છે હવે તેજ કિસાનોને બરબાદ કરવામાં આવી રહ્યા છે.શું આ ન્યાય છે.કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નવજાેત સિંહ સિધ્ધુએ ચર્ચામાં ભાગ લેતા કહ્યું કે કેન્દ્રના નવો કાનુન મંડીઓને બરબાદ કરી દેશે.સિધ્ધુએ કેન્દ્રને સવાલ કર્યો કે જયાં ફ્રી મંડી છે ત્યાંના કિસાનોની શું હાલત છે. તેમણે કહ્યું કે જે કિસાનોની સાથે ઉભો હશે તે જ કેન્દ્રમાં સરકાર બનાવશે.HS