પંજાબમાં એવુ કોઈ ગામ નથી, જ્યાં યુપી-બિહારના ભાઈ ન હોય: વડાપ્રધાન

ચંડીગઢ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના અબોહરમાં રેલીને સંબોધિત કરી હતી. આ અવસરે તેમણે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત ચન્નીના નિવેદનનો જવાબ આપ્યો છે. જેમાં ચન્નીએ યૂપી-બિહારના લોકોનો ઉલ્લેખ કર્યો હતો.
મોદીએ કહ્યું કોંગ્રેસ હંમેશા એક ક્ષેત્રના લોકોને બીજા સાથે લડાવે છે. કોંગ્રેસના ઝ્રસ્એ નિવેદન આપ્યું અને દિલ્હીના પરિવારના માલિક તાલી પાડીને હસી રહ્યા હતા (પ્રિયંકા ગાંધીને કટાક્ષ). આ સમગ્ર દેશે જાેયું છે. પોતાના આવા નિવેદનોથી કોનું અપમાન કરવામાં આવી રહ્યું છે?
મોદીએ કહ્યું, અહીં કોઈ એવુ ગામ નહી હોય જ્યાં ઉત્તર પ્રદેશ તથા બિહારના ભાઈ-બહેન મહેનત ન કરતા હોય. ગઈકાલે જ અમે સંત રવિદાસજીની જયંતી ઉજવી. સંત રવિદાસજી પણ ઉત્તર પ્રદેશના બનારસમાં જન્મ્યા હતા.
કોંગ્રેસ કહે છે કે ઉત્તર પ્રદેશના ભૈયાને ઘુસવા નહીં દઈએ. શું તમે સંત રવિદાસજીને પણ નિકાળી દેશો? શ્રી ગુરુ ગોવિંદજીનો જન્મ પણ પટના બિહારમાં થયો હતો. કોંગ્રેસ કહે છે કે બિહારના લોકોને ઘુસવા નહીં દઈએ. શું તે લોકો શ્રી ગુરુ ગોબિંદ સિંહજીનું અપમાન કરી રહ્યા છે?
ગઈકાલે પંજાબમાં પ્રચાર સમયે પંજાબના ઝ્રસ્ ચન્નીએ કહ્યું કે પંજાબ પંજાબીઓનું છે….અહીં કોઈ જ રાજનીતિ નહીં મળે. આ તો બહારથી આવે છે….તેમણે પંજાબિયત શીખવો. આ અંગે ચન્ની માઈક લઈ કહે છે કે UPના ભૈયા,બિહારના ભૈયા, દિલ્હીના ભૈયા અહીં રાજ કરી શકે. જ્યારે ચન્ની આ વાક્ય બોલી રહ્યા હતા ત્યારે બાજુમાં રહેલા પ્રિયંકા તાલી પાડીને હસી રહ્યા હતા અને પોતે પણ નારા લગાવતા રહ્યા હતા. પ્રિયંકા દલીત મતદાતાને આકર્ષવા માટે ચન્ની સાથે રવિદાસ જયંતી નિમિતે વારાણસી પહોંચ્યા હતા.
તેમણે કહ્યું કે પીએમ ખેડૂત સન્માન નિધિ પ્રમાણે પંજાબના ખેડૂતોના બેન્ક ખાતામાં ૩૭૦૦ કરોડ રુપિયા આપ્યા છે. તેનો લાભ પંજાબમાં ૨૩ લાખ ખેડૂતોને મળ્યો છે. સમગ્ર દેશમાં દરેક જગ્યાએ આયુષ્યમાન ભારત સ્કીમથી સારવાર થઈ રહી છે.
દિલ્હી સરકાર આ યોજના સાથે જાેડાઈ નહીં, તેથી ત્યા ૫ લાખ સુધીની કેશલેસ સારવાર સુવિધા નથી મળી રહી. જાે પંજાબના લોકોને દિલ્હીમાં સારવારની સુવિધા મળી જાય તો તેમના પેટમાં કેમ ખુંચે છે.
જાે પંજાબના લોકોને દિલ્હીમાં ઘુસવા નથી દેતા, તેઓ પંજાબમાં વોટ કેમ માગી રહ્યા છે?એકવખત તક આપો, રેતી અને ડ્રગ માફિયાઓની વિદાય થશે નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર પંજાબમાં આ અવાજ છે કે આ વખતે ભાજપને જીતાડવાનું છે જેથી ત્યા ડબલ એન્જીનવાળી સરકાર બને. જેનાથી પંજાબમાં સૌથી ઝડપી વિકાસ થશે. તેનાથી રેતી અને ડ્રગ માફિયાની વિદાય થશે. પંજાબમાં ઔદ્યોગિક વિકાસ થશે. તેમણે પંજાબના લોકો પાસે એક તક માગી છે.
વડાપ્રધાનના નિશાને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે.વડાપ્રધાને જાલંધર રેલીમાં કોંગ્રેસને તોફાનોના દોષી ઠેરવી છે. પછી પઠાણકોટ રેલીમાં કહ્યું કે કોંગ્રેસને ફરી સત્તા મળી તો પંજાબની સુરક્ષા ખતરામાં આવી જશે. તેમણે કરતારપુર સાહિબના બહાને પણ કોંગ્રેસને ઘેરી. ઁસ્એ કહ્યું કે કોંગ્રેસને ૩ તક મળી પણ તેઓ માત્ર ૬ કિમી દૂર કરતારપુરને ભારતમાં ન રાખી શક્યા.HS