પંજાબમાં કૃષિ વિધેયકના વિરોધમાં બાદલના ધરની બહાર કિસાને ઝેર પીધુ

Files Photo
ચંડીગઢ, પંજાબમાં કૃષિ વિધેયકના વિરૂધ્ધમાં કિસાનોનો રોષ વધતો જાય છે આ ક્રમમાં એક કિસાને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલની કોઠીની સામે ઘરણામાં બેઠેલા એક કિસાને ઝેર પીધુ હતું આથી તેની હાલત ગંભીર હોવાનું જણાવાય છે.કિસાનની ઓળથ પ્રીતમ સિંહ ઉવ ૫૫ નિવાસી ગામ અકકાંવલી જીલ્લા માનસા તરીકે કરવામાં આવી છે.
એ યાદ રહે કે કેન્દ્ર સરકારના કૃષિ વિધેયકના વિરોધમાં પંજાબના કિસાન ઘધરણા પર બેઠા છે. પ્રદેશભરમાં ઠેર ઠેર કિસાનોનો વિરોધ ચાલુ છે હવે તેમણે રેલ રોકો આંદોલનની જાહેરાત પણ કરી દીધી છે. કિસાન મજદુર સંધર્ષ સમિતિના મહામંત્રી સ્વર્ણસિંહ પંધેરે આ માહિતી આપી કૃષિ વિધેયકનો વિરોધ કરી રહેલ પંજાબના અલગ અલગ કિસાન સંગઠનોએ પહેલા જ ૨૫ સપ્ટેમ્બરના રોજ રાજયમાં બંધનું એલાન કર્યું છે.
કૃષિ વિધેયકોનો વિરોધ થઇ રહ્યો છે ત્યારે પંજાબની રાજનીતિ પણ ગરમાઇ છે. તેને લઇ હરસિમરત કૌર બાદલે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામુ આપી દીધુ છે. જયારે પ્રદેશમાં ફતેહગઢ સાહિબથી કોંગ્રેસના ધારાસભ્ય કુલજીત નાગરે પણ રાજીનામુ આપ્યું છે. હરસિમરત કૌરક બાદલે એમ કહેતા રાજીનામુ આપ્યું છે કે તે અને તેમની પાર્ટી કોઇ પણ સ્થિતિમાં કિસાન વિરોધી નિર્ણયમાં સહયોગી બની શકે તેમ નથી.HS