Western Times News

Gujarati News

પંજાબમાં કોરોના કેસ વધતા વીકએન્ડ લોકડાઉન સાથે નાઇટ કફર્યું

ચંડીગઢ, પંજાબમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસને જાેતા ફરી એકવાર સખત પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે પંજાબમાં વીકએન્ડ લોકડાઉન સાથે દરરોજ સાંજે ૭ વાગ્યાથી સવારે ૫ વાગ્યા સુધી નાઇટ કફર્યું રહેશે બસોમાં કુલ ક્ષમતાના ૫૦ ટકા મુસાફરો અને કારમાં ફકત ત્રણ મુસાફરો જ સફર કરી શકશે રાજયમાં લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતાં સામૂહિક હાજરીવાળા કાર્યક્રમો પર ૩૧ ઓગષ્ટ સુધી પ્રતિબંધ રહેશે આ તમામ પ્રતિબંધ તાકિદે લાગુ કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે પંજાબ અત્યારે હેલ્થ ઇમરજન્સીના સમયગાળામાંથી પસાર થઇ રહ્યું છે રાજયમાં કોરોનાથી અત્યાર સુધી ૯૨૦ લોકોના મોત થયા છે દરેક મોતએ તેમને દુખ પહોંચાડે છે એવામાં લોકોનો જીવ બચાવવા અને અર્થવ્યવસ્થાની ગતિ જાળવી રાખવા માટે આ પ્રતિબંધ લાગુ કરવા ખુબ જરૂરી બની ગયા છે.

તેમણે કહ્યું કે આજે શુક્રવારથી પંજાબના તમામ સરકારી અને ખાનગી કાર્યાલયોમાં કુલ ક્ષમતાના ૫૦ ટકા કર્મચારીઓ જ કામ કરશે બાકીના ૫૦ ટકા કર્મચારીઓ પોતાના ઘરેથી કામ કરશે મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે કે તમામ અધિકારી સુનિશ્ચિત કરશે કે પબ્લિક સાથે જાેડાયેલા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરી દેવામાં આવે જેથી લોકોને નાના મોટા કામો માટે સરકારી ઓફિસના ધકકા ખાવા ન પડે આ સાથે જ સરકારી કર્મચારી પણ સામાન્ય લોકોના સંપર્કમાં આવીને કોરોના સંક્રમિત ન થાય.

મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમૃતસર લુધિયાણા જલંધર પટિયાલા અને એસએએસ નગર મોહાલીમં વાહોના સંચાલન પર ફરીથી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ પાંચ જિલ્લામાં રસ્તા પર ભીડ ઓછી કરવા માટે દરરોજ ૫૦ ટકા બિનજરૂરી દુકાનો ખોલવાની પરવાનગી નહીં મળે પંજાબમાં કોરોના કુલ કેસના ૮૦ ટકા કેસ તે પાંચ જિલ્લામાં છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.