પંજાબમાં ધૂષણખોરી કરી રહેલ બે પાકિસ્તાની ઠાર
ચંડીગઢ: બીએસએફ ફિરોજપુર સેકટરમાં તહેનાત બટાલિયન ૧૦૩ના જવાનોએ ભારત સીમામાં ધુષણખોરી કરતી વખતે બે પાકિસ્તાની ધૂષણખોરોને ઠાર માર્યા હતાં. આ પાકિસ્તાની ધુષણખોરો ભારત પાકની જીરો લાઇન પર લાગેલ બોર્ડર પિલર નંબર ૧૨૯/૧૩ અને ૧૨૯/૧૪ની વચ્ચેથી ભારતમાં ધુષણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં આ ઘટના ફિરોજપુર સેકટરના વિસ્તાર અમરકોટમાં થઇ છે.
બીએસએફ જવાનોએ તે સમયે બંન્ને ધૂષણખોરોને ચેતવણી આપી પરંતુ તે બંન્ને ધુષણખોરો ફેસિંગ ક્રોસ કરી ભારત સીમામાં ધુસવાનો પ્રયાસ કરતા રહ્યાં ત્યારબાદ બીએસએફના જવાનોએ ગોળીબાર કર્યો અને બંન્ને ધૂષણખોરોને ગોળી વાગતા તેઓ ત્યાં ઠાર મરાયા હતાં. તેમની પાસેથી કાંઇ કબજે કરવામાં આવ્યું નહતી.
દરમિયાન ગઇકાલે સાંજે ફિરોજપુરમાં આંતરરાષ્ટ્રીય સીમાથી જાેડાયેલ જાેધપુર ગામ નજીક નવનિર્મિત સરકારી સીનિયર સેકેંડરી સ્માર્ટ સ્કુલના મેદાનમાંથી દોઢ ફુટ લાંબો બોંબ મળ્યો હતો પોલીસેપોલીસે બોંબની આસપાસ માટી ભરેલ બેગ લગાવી દીધી છે જેથી વિસ્ફોટ થવા પર કોઇ નુકસાન ન થાય અને બોંબ નિષ્ક્રિય કરવા માટે બોંબ નિરોધક ટુકડી બોલાવી હતી સ્કુલના પ્રિંસિપલ રૂબીના ચોપડાએ કહ્યું કે મમદોટ ફિરોજપુર રોડ પર સ્કુલની નવી ઇમારત બની છે
અહીં રેડ ક્રોસ તરફથી વૃક્ષારોપણ માટે ખાડા ખોદવામાં આવી રહ્યાં હતાં આ દરમિયાન માટીમાં દબાયેલ બોંબ મળ્યો હતો આથી પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે બોંબની આસપાસ માટીના થેલા મુકી દીધા હતા અને વિસ્તારને સીલ કરી દીધો હતો અને બોંબ નિષ્ક્રિય કરાવ્યો હતો.