પંજાબમાં પાંચ થર્મલ પ્લાંટ બંધ થતાં બ્લેકઆઉટનો ખતરો
ચંડીગઢ, પંજાબના સ્ટેટ ઇલેકટ્રિસિટી બોર્ડે કહ્યું કે રાજયમાં ઓછામાં ઓછા બેથી ત્રણ કલાકનો પાવર કટ કરવો પડશે.હકીકતમા ંરાજયમાં પાંચ થર્મલ પ્લાન્ટમાં વિજળી ઉત્પાદન અવરોધાયુ છે કિસાનોના આંદોલન અને રેલવે ટ્રેક પર ધરણાને લઇ રેલ મંત્રાલયે રાજયમાં સાત નવેમ્બર સુધી રેલગાડીઓની અવરજવર પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે આ કારણે થર્મલ પ્લાંન્ટને કોલસાનો પુરવઠો મળી રહ્યો નથી એક અધિકારીએ કહ્યું કે જાે તાકિદે જ સમસ્યાનું સમાધાન નહીં આવે તો પંજાબમાં બ્લેકઆઉટનો ખતરો છે.
પીએસપીસીએના ચેરમેન એ વેણુ પ્રસાદે કહ્યું કે પાવર કટ ચારથી પાંચ કલાક પણ વધી શકે છે પ્રાઇવેટ થર્મલ પ્લાન્ટ નાભા અને તલવંડી સાબોએ પણ વિજળી ઉત્પાદન બંધ કરી દીધુ છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર લેહરા મોહબ્બત અને રોપડા પાવર પ્લાન્ટમાં પણ બે ત્રણ દિવસનો જ કોલસો બચ્યો છે આ સમયે રાજયમાં ૬૦૦૦ મેગાવોટ વિજળીની જરૂરત છે જેમાંથી ૫૦૦૦ મેગાવોટ કેન્દ્ર તરફથી મળે છે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ કહ્યું કે જમીન પર સ્થિતિ ખુબ ખરાબ છે તહેવારોની સીજનમાં લોકોને વિજળીની કમી સહન કરવી પડી શકે છે.
એ યાદ રહે કે કેન્દ્રના કૃષિ કાનુનોના વિરોધમાં અનેક કિસાન સંગઠન રેલ રોકો અભિયાન ચલાવી રહ્યાં છે ભારતીય કિસાન યુનિયન તે ટ્રેક પર ધરણા આપી રહ્યાં છે જેના દ્વારા રાજપુરા અને મનસા પાવર પ્લાન્ટને કોલસાનો પુરવઠો થાય છે.જયારે કિસાન મજદુર સંધર્ષ સમિતિના લોકો અમૃતસરના ટ્રેકને બ્લોક કરી રહ્યાં છે. રેલ મંત્રી પીયુષ ગોયલે પંજાબ સરકારથી ટ્રેનોની સુરક્ષાનું આશ્વાસન માંગ્યુ છે.
પંજાબમાં માલગાડીઓની અવરજવર અટકવાથી અર્થવ્યવસ્થાને ભાર નુકસાન થઇ રહ્યું છે પંજાબ સરકારને પ્રાઇવેટ થર્મલ પાવર પ્લાન્ટને અનુબંધ અનુસાર રોજ પાંચથી દસ કરોડ રૂપિયાનું વધારાનું વળતર કરવું પડી રહ્યું છે અનુમાન અનુસાર રાજયને આંદોલનથી ૪૦ હજાર કરોડથી વધુનું નુકસાન થઇ ચુકયુ છે ઔદ્યોગિક એકમો સુધી કાચા તેલનો પુરવઠો ઠપ છે ખેતીમાં ઉપયોગ થનારા ખાતર પણ લોકો સુધી પહોંચી રહ્યાં નથી જેથી કિસાનોે પરેશાન છે.HS