પંજાબમાં પ્રોજેકટ બંધ કરવાના નિર્ણયથી ૪૦૦ લોકોની નોકરી પર ખતરો
ચંડીગઢ: સાત મહીનાથી કિસાનોના ચાલી રહેલ ધરણા પ્રદર્શનના કારણે અદાણી ગ્રુપે પંજાબના કિલા રાયપુર ખાતે પોતાનું આઇસીડી પરિચાલન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રુપે આ સંબંધમાં પંજાબ તથા હરિયાણા હાઇકોર્ટમાં પોતાનું સોગંદનામુ દાખલ કર્યું છે અને કહ્યું છે કે આ સાત મહીનામાં રાજય સરકાર તરફથી તેને કોઇ પણ સુરક્ષા તથા સુવિધા ઉપલબ્ધ કરાવાઇ નથીગ્રુપે વર્ષ ૨૦૧૭માં સરકાર દ્વારા ચલાવવામાં આવેલ એક ખુલ્લી અને પ્રતિસ્પર્ધાત્મક હોલી હેઠળ પંજાબના લુધિયાાના કિલારાયપુરમાં ૮૦ એકરમાં એક મલ્ટી મોડલ લોજિસ્ટિકસ પાકર(આઇસીડી કિલારાયપુર)ની સ્થાપના કરી હતી.
આ લોજિસ્ટિકસ પાર્કનો હેતુ લુધિયાણા અને પંજાબના અન્ય જગ્યાઓ પર આવેલ ઉદ્યોગો રેલ અને માર્ગોના માધ્યમથી કાર્ગો આયાત અને નિકાસની સેવાઓ પ્રદાન કરવાનો હતો પંરતુ જાન્યુઆરી ૨૦૨૧થી પ્રદર્શનકારીઓએ ટ્રેકટર ટ્રોલી લગાવી આઇસીડી કિલારાયપુરના મેનગેટની નાકાબંધી કરી દીધી અને માલની અવરજવર લોકોને આવવા જવામાં અવરોધ ઉભો કરવાનું શરૂ કરી દીધુ
એ યાદ રહે કે ગત સાત મહીનાથી આ પાર્કથી કોઇ પણ વ્યવસાયિક કાર્ય થઇ શકયુ નથી પરંતુ અદાણી ગ્રુપે લોકોના પગારને ચાલુ રાખ્યો તથા સંસ્થાનના મેંટેનેંસનો ખર્ચ પણ ઉઠાવતું રહ્યું આ દરમિયાન કંપનીએ પોલીસ અધિકારીઓને પણ અનેક વાર ફરિયાદ કરી અને અંતે માર્ચમાં પંજાબ અને હરિયાણા હાઇકોર્ટની સમક્ષ એક અરજી કરવાનો નિર્ણય કર્યો
અદાલતના આદેશનુસા સરકારના અધિકારીઓએ અદાલતની સમક્ષ અનેકવર સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો પરંતુ નાકાબંધી હટાવવામાં પુરી રીતે નિષ્ફળ રહ્યાં ૨૦ જુલાઇ ૨૦૨૧ના રોજ થયેલી સુનાવણી પર અદાલતે એકવાર ફરી રાજયના વકીલને નિર્દેશ આપ્યો હતો કે તે આ સમસ્યાનું સમાધાન કાઢવા માટે આગામી તારીખ એટલે કે ૩૦ જુલાઇ ૨૦૨૧ના રોજ અદાલતને માહિતગાર કરાવે
સુત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ દાખલ સોંગદનામામાં એ પણ કહ્યું કે રાજય સરકાર નાકાબંધી હટાવવામાં નિષ્ફળ રહી છે અને અદાલત પણ આ મુદ્દાનો કોઇ નિર્ણય લઇ શકતી નથી જેને કારણે અરજીકર્તાના મૌલિક અધિકારોનું પણ હનન થઇ રહ્યાં છે ત્યારબાદ તેણે આ આઇસીડીને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાની સાઇનેજ હટાવી દીધી છે અને પોતાના કર્મચારીઓ મજુરો અને અન્ય તમામ સંબંધિત લોકોને ટર્મિનેશન નોટીસ જારી કરી દીધી છે.
આઇસીડી કિલારાયપુરમાં વ્યવસાયિક ગતિવિધિઓના બંધ થવાથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ૪૦૦ વ્યક્તિઓ પરિવારોને નોકરીથી હાથ ધોવા પડશે રેલ ઢુલાઇ જીએસટી સીમા શુલ્ક અને અન્ય કરોના રૂપમાં ૭૦૦ કરોડ રૂપિયા અને કુલ આર્થિક અસરના રૂપમાં લગભગ ૭૦૦૦ કરોડ રૂપિયાના સરકારી ખજાનાને પણ નુકસાન થવાનું અનુમાન છે.