પંજાબમાં ફ્લોર ટેસ્ટ અંગેનો નિર્ણય અધ્યક્ષ નક્કી કરશે: કેપ્ટન અમરિંદર સિંહ
નવીદિલ્હી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કરી દીધુ છે કે તે હવે કોંગ્રેસ સાથે નથી. આ સાથે જ પંજાબના કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ છે કે પંજાબ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નવજાેત સિદ્ધુ રાજ્ય માટે યોગ્ય વ્યક્તિ નથી. અમરિંદર સિંહે કહ્યુ, ‘એ તો સ્પીકર જ નક્કી કરશે કે ફ્લોર ટેસ્ટ થશે કે નહિ. નવજાેત સિંહ સિદ્ધુ સીએમ ચન્નીના અધિકારને ઘટાડી રહ્યા છે.
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યુ, ‘હું કોંગ્રેસ છોડી દઈશ. અમિત શાહ સાથે મારી બેઠકને કોઈ રાજકીય સંબંધ નહોતો. મે અજીત ડોભાલ સાથે પંજાબની ઉપર ઉડતા પાક ડ્રોન જેવી સુરક્ષા પર ચર્ચા કરી હતી.
માટે હું ભાજપમાં પણ શામેલ થવાનો નથી.’ કેપ્ટન અમરિંદર સિંહ હવે આગળ શું કરશે તેના પર તેમણે કહ્યુ, ‘હું ભવિષ્યમાં શું કરવાનો છુ અને મારી શું યોજના છે તેના વિશે તમને સહુને હું જણાવીશ.’ તમને જણાવી દઈએ કે આની પહેલા કેપ્ટન અમરિંદર સિંહે પોતાના ટિ્વટ બાયોને બદલ્યો હતો. તેમણે પોતાના ટિ્વટર બાયોમાં લખ્યુ છે, ‘આર્મી વેટરન,
અમરિંદર સિંહ સિદ્ધુના રાજીનામાથી નારાજ છે અમરિંદર સિંહ અમરિંદર સિંહે દિલ્લીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરી. તે મંગલવારે(૨૮ સપ્ટેમ્બર)ના રોજ દિલ્લી પહોંચ્યા હતા. એ જ દિવસે નવજાેત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતુ.
અમરિંદર સિંહે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજાેત સિંહ સિદ્ધુના રાજીનામા પર પણ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે આ પગલાં પર સિદ્ધુની ટીકા કરી હતી અને તેને નાટક ગણાવ્યુ હતુ. અમરિંદર સિંહે કહ્યુ હતુ કે સિદ્ધુના રાજીનામાએ શંકાથી પરે સાબિત કરી દીધુ છે કે ક્રિકેટરમાંથી નેતા બનેલા એક અસ્થિર વ્યક્તિ હતા.HS