પંજાબમાં બેલેટ પેપર પર ચુંટણી કરાવાય તો ભાજપ એક બેઠક પણ ન જીતી શકે : સિધ્ધુ
ચંડીગઢ: પંજાબ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી નવજાેત સિંહ સિધ્ધુ પહેલીવાર કોઇ મુદ્દા પર બોલાલ્યા હતાં તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્ર તરફથી સંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે અને સીબીઆઇ,ઇડી જેવી સંસ્થાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ સાથે જ સિધ્ધુએ મતદાન ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરની સાથે કરાવવાના મુદ્દાને લઇ પોતાના વિચાર ગૃહમાં રજુ કર્યા હતાં.
ભાજપને નિશાન બનાવતા સિધ્ધુએ કહ્યું કે જાે પંજાબમાં ઇવીએમ વિના ચુંટણી કરાવવામાં આવે તો ભાજપ એક પણ બેઠક જીતી શકે નહીં તેમણે કહ્યું કે અમેરિકા અને ઇગ્લેન્ડ જેવા દેશોએ ઇવીએમને નામંજુર કરી દીધુ છે અને તર્ક આપ્યો છે કે કોઇ ટકનીકને હેરફેર શકાય છે. પરંતુ પરચી વ્યવસ્થાને નહીં.
દરમિયાન લોક ઇસાફ પાર્ટીના ધારાસભ્ય સિમરજીત સિંહ બૈસે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે કલમ ૩૮૮ હેઠળ સમિતિની રચના કરી ઇવીએમની જગ્યાએ બેલેટ પેપર દ્વારા મતદાન કરાવવા સંબંધિત સભ્યોનો મત માંગ્યો છે. જેને ધ્યાનમાં રાખી આપણા ગૃહમાં આવી પ્રક્રિયા લાવવી જાેઇએ જેથી ઇવીએમ દ્વારા મતોમાં ગડબડીને રોકી શકાય
એ યાદ રહે કે ઇવીએમ મશીન દ્વારા કરાવવામાં આવી રહેલ મતદાનને કારણે અનેક રાજકીય પક્ષોએ વિરોધ વ્યકત કર્યો છે. કોંગ્રેસ,આમ આદમી પાર્ટીએ પણ ઇવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરવાની અગાઉ માંગણી કરી છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં ઇવીએમમાં ગડબડીનો ડેમો પણ રજુ કર્યો હતો.