પંજાબમાં મતભેદ દુર કરવા રાહુલે પંજાબના નેતાઓ સાથે સંવાદ કર્યો
ચંડીગઢ: પંજાબ કોંગ્રેસના આંતરિક મતભેદનું સમાધાન પાર્ટી હાઇકમાન્ડ માટે પણ માથાનો દુખાવો સાબિત થઇ રહ્યો છે.ખાસ કરીને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને ક્રિકેટરમાંથી નેતા બનેલ પૂર્વ મંત્રી નવજોત સિંહ સિધ્ધુના વિવાદનો અંત મુશ્કેલ થઇ ગયો છે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતમાં પંજાબના કોંગ્રેસના નેતાઓએ સ્પષ્ટ કહી દીધુ છે કે કેપ્ટન અમરિંદર સિંહ અને નવજાેત સિંહ સિધ્ધુ હવે એક હોડીમાં સવાર રહી શકે તેમ નથી
પંજાબ કોંગ્રેસમં ચાલી રહેલ મતભેદને સમાપ્ત કરવા અને વિવાદોનો અંત લાવવામાં લાગેલ રાહુલ ગાંધીએ હવે પંજાબના નેતાઓનો સીધો સંવાદ શરૂ કર્યો છે. પહેલા રાહુલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ અને રાજયસભાના સભ્ય પ્રતાપ સિંહ બાજવાને મળ્યા હતાં ત્યારબાદ તેઓ બે ભાગમાં મંત્રીઓ અને ધારાસભ્યોને મળ્યા હતાં કહેવાય છે કે આ દરમિયાન રાહુલે મોટાભાગના નેતાઓના મન જાણવાનો પ્રયાસ કર્યો હતો.
રાહુલની મુલાકાત કરનારા નેતાઓના નજીકના સુત્રોએ કહ્યું કે સંવાદ દરમિયાન પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષે મુખ્યમંત્રી કેપ્ટન અને સિધ્ધુને લઇને ખાસ રીતે સવાલો પુછયા હતાં તેના પર એક ધારાસભ્યે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ કે હવે એક હોડી પર કેપ્ટન અને સિધ્ધુ સવાર રહી શકે નહીં કેપ્ટન વગર કામ ચાલી શકે તેમ નથી સિધ્ધુને કેવી રીે અને કયાં એડજસ્ટ કરવાના છે તેના પર તે વિચાર કરી લે
ખાસ વાત એ રહી કે રાહુલની સાથે થયેલ નેતાઓની આ મુલાકાત દરમિયાન સિધ્ધુને સમર્થન મળ્યુ નહીં ત્યાં સુધી કે રાજયસભાના સભ્ય શમસેર સિંહ દુલોએ પોતાના જ અંદાજમાં રાહુલ ગાધીને કહી દીધુ કે આજે જે દલિતોની વાત કરી રહ્યાં છે જયારે ઝેરીલી શરાબ પી ૧૨૬ લોકોના મોત થયા હતાં તેમાં મોટાભાગના દલિત હતાં ત્યારે આ નેતાઓને દલિતોની યાદ કેમ આવી નહીં સિધ્ધુ તો અમૃતસરના ધારાસભ્ય હતાં સૌથી વધુ મોત ત્યાં થયા હતાં પરંતુ સિધ્ધુએ અવાજ ઉઠાવ્યો નહીં
દુલોએ કહ્યું કે મેં રાહુલ જીની સામે તમામ વાતો રાખી છે હવે તેમણે જાેવાનું છે કે આગળ શું નિર્ણય લેવાનો છે.પહેલા તબક્કામાં શિક્ષણ મંત્રી વિજય ઇદર સિંગલા રાણા ગુરજીત સિંહ લખવીર વગેરેએ રાહુલની મુલાકાત કરી હતી બીજા તબક્કામાં સ્થાનિક નગર નિગમ મંત્રી બ્રહ્મ મોહિંદ્રા સુખવિંદર સિંહએ રાહુલની મુલાકાત કરી હતી. એક ધારાસભ્યે રાહુલને કહ્યું કે બે મહિના પહેલા સુધી પંજાબ સરકારમાં કોઇ વિરોધ ન હતો
પરંતુ સિધ્ધુએ સરકારની વિરૂધ્ધ બોલી વાતાવરણ ખરાબ કરી દીધુ સિધ્ધુ ખુદને શોપીસ બતાવી રહ્યાં છે તો શું આ પહેલા કોંગ્રેસ સિધ્ધુના દમ પર જીતતી આવી છે.ધારાસભ્યનું આ નિવેદન એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કે અનેક ધારાસભ્યોએ મુખ્યમંત્રીના કામકાજ પર તો સવાલ ઉઠાવ્યા છે પરંતુ નવજાેત સિંહ સિધ્ધુનો સ્વીકાર કર્યો નથી