પંજાબમાં સરકારી નોકરીમાં મહિલાને ૩૩ ટકા અનામત
ચંદીગઢ: પંજાબની કોંગ્રેસ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે મહત્વનો ર્નિણય લીધો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી પંજાબ કેબિનેટની બેઠકમાં મહિલાઓને સરકારી નોકરીઓમાં ૩૩ ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો હતો. પંજાબ સરકારે મહિલા સશક્તીકરણની દિશામાં મહત્વનો ર્નિણય લેતા સરકારી નોકરીઓમાં ૩૩ ટકા મહિલા અનામતને મંજૂરી આપી છે. પંજાબ સીએમ ઓફિસ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે મંત્રી પરિષદે પંજાબ સિવિલ સર્વિસની સીધી ભરતી પ્રક્રિયામાં મહિલાઓના અનામતને મંજૂરી આપી છે.
ખુદ અમરિંદર સિંહે ટિ્વટ કરીને આ બાબતની જાણકારી આપી હતી. પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે આજે સીએમે સ્ટેટ રોજગાર યોજના, ૨૦૨૦-૨૦૨૨ને પણ મંજૂરી આપી છે. આ યોજના હેઠળ વર્ષ ૨૦૨૨ સુધી પ્રદેશના ૧ લાખથી વધુ યુવાનોને રોજગાર આપવાનું કામ કરવામાં આવશે. આ યોજના હેઠળ જુદા જુદા સરકારી વિભાગોમાં ખાલી પડેલા પદો પર ઝડપથી નિમણૂક કરવામાં આવશે. પંજાબ કેબિનેટે પંજાબ સિવિલ સર્વિસ (રિઝર્વેશન ઓફ પોસ્ટ્સ ફોર વુમેન) રૂલ્સ ૨૦૨૦ને મંજૂરી આપી છે.
મહિલાઓને સરકારી નોકરીઓમાં સીધી ભરતી, બોર્ડ અને કોર્પોરેશનના ગ્રુપ છ, મ્, ઝ્ર અને ડ્ઢના પદો પર ભરતીમાં ૩૩ ટકા અનામત આપવામાં આવશે. પંજાબ સરકારે આ ર્નિણયને રાજ્યમાં મહિલા સશક્તીકરણની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ પહેલા બિહારમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવામાં આવી છે. નીતીશ સરકારે સરકારી નોકરીઓના તમામ પદો પર સીધી ભરતી માટે મહિલાઓને ૩૫% અનામત આપવાની જોગવાઇ કરી છે. આ ર્નિણય લેનારૂ બિહાર દેશનું પ્રથમ રાજ્ય હતું.