પંજાબમાં સરકાર બનશે તો મફત વિજળી મળશે : ભાજપ
જાલંધર: પંજાબમાં આગામી વિધાનસભા ચુંટણીને જાેતા તમામ પાર્ટીઓ સક્રિય થઇ ગઇ છે.આવામાં સામાન્ય જનતાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માટે તેમના તરફથી અનેક રીતની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે. તાજેતરમાં આમ આદમી પાર્ટી તરફથી સરકાર આવવા પર મફત વિજળી આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
આવામાં હવે પંજાબ ભાજપ તરફથી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. ભાજપે કહ્યું છે કે જાે પંજાબમાં તેમની સરકાર આવશે તો તે ૪ રૂપિયા પ્રતિ યુનિટના હિસાબથી વિજળી આપશે એટલું જ નહીં તેણે કહ્યું કે દલિત ભાઇચારાના લોકો માટે ફ્રી વિજળીની પણ વ્યવસ્થા કરવામાં આવશે બીજી તરફ જાેઇએ તો પંજાબમાં હાલના સમયે વિજળી સંકટ પર રાજનીતિ પણ જાેરો પર જારી છે.
પંજાબ સરકારે વિજળી સંકટને લઇને અનેક રીતના પ્રતિબંધો લગાવ્યા છે.જેને લઇને કોંગ્રેસની સરકારની ટીકા થઇ રહી છે. ખુદ કોંગ્રેસના જ ધારાસભ્ય અને પૂર્વ ક્રિકેટર નવજાેત સિંહ સિધ્ધુએ પોતાની જ પાર્ટીના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની વિરૂધ્ધ વીજળી સંકટને લઇને અનેકવાર નિવેદનો આપ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહ અને નવજાેત સિધ્ધુ વચ્ચે મતભેદો ચાલી રહ્યાં છે હાલમાં કોંગ્રેસ હાઇકમાન્ડ તેમની વચ્ચે ચાલી રહેલ મતભેદોને દુર કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે પરંતુ હાલ કોઇ નક્કર પરિણામ આવ્યું નથી જે કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે.