પંજાબમાં સસ્તી રેતી મળશે, CM ભગવંત માને યોજના શરુ કરી
હવે પંજાબમાં સસ્તી રેતી મળશે, સીએમ ભગવંત માને યોજના શરુ કરી
લુધિયાણા,સરકારે પંજાબમાં વધુ એક ગેરંટી પૂરી કરી છે. હવે પંજાબમાં સસ્તી રેતી મળશે. સીએમ માને લુધિયાણાથી સસ્તી રેતી યોજના શરૂ કરી છે. તેમણે સાર્વજનિક માઇનિંગ સાઇટ શરૂ કરી છે. અહીં ૫.૫ પ્રતિ ઘનફૂટના દરે રેતી મળશે.
મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે તેઓ પંજાબને ફરીથી પંજાબ બનાવશે.તમને જણાવી દઈએ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લુધિયાણા નજીક ગોરસિયા ખાન મોહમ્મદ ગામમાં સરકારી રેતીના ખાડાઓનુ ઉદ્ઘાટન કર્યુ હતુ.
આ દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માનની સાથે લુધિયાણા મતવિસ્તારના ધારાસભ્યો પણ હાજર હતા. તેમણે કહ્યુ કે તમારું વાહન લાવો અને રેતી લઈ જાવ. તેમણે કહ્યુ કે ૧૬ ખાડાઓ જાહેર ખાણોને સમર્પિત કરવામાં આવી રહ્યા છે. અહીં ૧૦ લાખ મેટ્રિક ટન રેતી છે.
https://twitter.com/CMOPb/status/1622178333382574080
મુખ્યમંત્રીએ કહ્યુ કે આવતા મહિના સુધીમાં વધુ ૫૦ માઈન્સ શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે સવારે ૬ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા સુધી ખાડામાંથી રેતી લઈ શકાય છે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે ૧લી એપ્રિલથી ૩૦મી સપ્ટેમ્બર સુધી સવારે ૬થી ૭ અને ૧લી ઓક્ટોબરથી ૩૧મી માર્ચ સુધી સવારે ૭થી સાંજના ૫ વાગ્યા સુધી ખાડાઓ ખુલ્લા રહેશે.
મુખ્યમંત્રીએ ખાડામાંથી રેતી કાઢવા માટે જાહેર કર્યા આ આદેશ રેતી કાઢવા માટે તમારે પોતાનુ ટ્રેક્ટર ટ્રોલી લાવવી પડશે તમારુ વાહન લાવો અને રેતી ઉપાડીને લઈ જાવ. તમારે જાતે મજૂરીનો ખર્ચ ઉઠાવવો પડશે. ખાડાઓમાં જેસીબી અને અન્ય મશીનનો ઉપયોગ કરી શકતા નથી.
રેતી ભરેલી ટ્રોલીઓને તાડપત્રીથી ઢાંકીને લઈ જવાની રહેશે જેથી પસાર થતા લોકો સાથે કોઈ અકસ્માત ન થાય. સીએમ માને કહ્યુ કે આ રીતે ટ્રેક્ટર-ટ્રોલી ચાલકો અને મજૂરોને પણ કામ મળશે. તેમણે કહ્યુ કે તેઓ પંજાબમાં માફિયાઓની કમર તોડવામાં સફળ થયા છે.
આ પહેલા તેમણે બસ માફિયાઓને તોડ્યા હતા. તેમણે કહ્યુ કે આ મામલે વધુ વિચારણા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી માને કહ્યુ કે હાઈકોર્ટના આદેશનુ પણ પાલન કરવામાં આવશે.hm1