પંજાબમાં સીએમ વિરુદ્ધ પક્ષના જ ૩૦ ધારાસભ્યો અને મંત્રીઓએ ખોલ્યો મોરચો

ચંડીગઢ, પંજાબના રાજકારણમાં નવો તડકો લાગે તેવી શક્યાતાઓ દેખાઈ રહી છે. કારણ કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદ સિંહ વિરુદ્ધ અસંતુષ્ટોએ ફરીથી મોરચો ખોલી દીધો છે. ફરીથી એક વખત વિરોધ કરનારા સામે આવી ગયા છે. આ વચ્ચે કેપ્ટન વિરુદ્ધ ૩૦ ધારાસભ્યોએે મોરચો ખોલી દીધો છે.જેમાં ઘણા કેબિનેટ મંત્રી પણ શામેલ છે. એટલુંજ નહીં કેપ્ટનને સીએમ પદથી હટાવવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
કેબિનેટ મંત્રી તૃપ્ત રાજેન્દર બાજવાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે સીએમ સાહેબ કોંગ્રેસનું વિભાજન ઈચ્છે છે, એટલા માટે હું ઈચ્છું છું કે પંજાબના સીએમ બદલાવામાં આવે. તેમણે જણાવ્યું કે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાધી સાથે મુલાકાત કરવા માટે દિલ્હી જઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે તૃપ્ત બાજવાના નિવાસસ સ્થાને અસંતુષ્ટ નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તે તમામ ધારાસભ્યો હાજર હતા. જે ગત વખતે નવજાેત સિંહ સિદ્ધુ સાથે અને કેપ્ટન વિરુદ્ધ જાેવા મળ્યા હતા. આ બેઠકમાં મંત્રી સખવિંદર રંધાવા અને ચરણજીત સિંહ ચન્ની પણ હાજર. આ તમામ નેતાઓએ સીએમ પર તિક્ષ્ણ સવાલો ઉઠાવ્યા હતા.HS