પંજાબમાં હવે ઝેરી શરાબથી કોઇ મોત થયું આરોપીને ફાંસી
ચંડીગઢ: પંજાબમાં ગત વર્ષ કોરોના બાદ ઝેરી શરાબ કાંડે બધાને ચોંકાવી દીધા હતાં અચાનક રાજયના ગ્રામીણ વિસ્તારમાં નકલી શરાબથી થયેલ ૧૦૦થી વધુ લોકોના મોતને કારણે તમામ લોકો સ્તબ્ધ થઇ ગયા હતાં કેપ્ટન સરકાર તરફથી એસઆઇટી તપાસ બાદ હવે આ ઘટનાના મુખ્ય આરોપીને કડક સજા આપવાના નિર્ણયને મંજુરી મળી ગઇ છે. મળતી માહિતી અનુસાર પંજાબ રકારે એકસાઇઝ કાનુનમાં સુધારો કરી ઝેરી શરાબ પીવાથી મોતના મામલામાં દોષિતો માટે મોતની સજાની જાેગવાઇ કરવાનો નિર્ણય કર્યો છે. તે અનુસાર પંજાબમાં ઝેરી શરાબ પીવાથી મોતના મામલામાં હવે મૃત્યુદંડ અને ઉમ્ર કેદની જાેગવાઇ હશે આ સાથે જ લગભગ ૨૦ લાખનો દંડ પણ થઇ શકે છે તેના માટે પંજાબ વિધાનસભા બિલ પણ પાસ થઇ ગયું છે.
એ યાદ રહે કે ગત વર્ષ જુલાઇમાં અમૃતસર,ગુરદાસપુર અને તરનાતારનમાં ઝેરી શરાબ પીવાને કારણે ઓછામાં ઓછા ૧૨૩ લોકોના મોત થયા હતાં ત્યારબાદ વિરોધી પક્ષોથી લઇ કેપ્ટન સરકારની પોતાની પાર્ટીના લોકોએ પણ પ્રશાસન પર અનેક સવાલ ઉભા કર્યા હતાં તેમણે રાજય પ્રશાસન પર સ્પષ્ટ રીતે નિશ્ફળ રહેવાનો આરોપ લગાવ્યો હતો તથા દાવો કર્યો હતો કે જાે મુખ્યમંત્રી અમરિંદર સિંહે ગેરકાયદેસરના કારોબારની ફરિયાદો પર સમય રહેતા કાર્યવાહી કરી હોત તો આ ઘટના ટાળી શકાઇ હોત.હવે સરકારે કાયદામાં સુધારો કર્યો છે.