પંજાબમાં ૧૬ નવેમ્બરથી વિશ્વવિદ્યાલયો અને કોલેજ ખુલાશે
ચંડીગઢ, પંજાબમાં ૧૬ નવેમ્બરે તમામ કોલેજ વિશ્વ વિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાન ખોલવામાં આવશે મેડિકલ શિક્ષા અને રિસર્ચ અને ટેકનીકલ સંસ્થાનો પણ ખોલવામાં આવશે જાે કે કંટેનમેન્ટ જાેનની બહારની જ સંસ્થાનોને ખોલવામાં આવશે જાે કે મેડિકલ એજયુકેશન અને રિસર્ચ વિભાગના અંતર્ગત વિશ્વ વિદ્યાલયો અને કોલેજાેના અંતિમ વર્ષના છાત્રોની કક્ષાઓ નવ નવેમ્બરથી જ શરૂ થઇ જશે રાજય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશો હેઠળ આ નિર્ણય કર્યો છે.
આ સંબંધમાં જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે ૧૬ નવેમ્બરે ખોલવામાં આવનાર તમામ શૈક્ષણિક સંસ્થાનોના પ્રશાસકીય વિભાગોને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને પંજબ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને પરિવાર કલ્યાણ વિભાદના કોવિડ પ્રોટોકોલનો કડકાઇથી પાલન કરવો પડશે એ યાદ રહે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ૩૦ સપ્ટેમ્બરે શિક્ષણ સંસ્થાન ખોલવાના દિશા નિર્દેશ જારી કર્યા હતાં.
આ નિર્દોશ અનુસાર શોધાર્થી વિજ્ઞાન અને ટેકનીકીના સ્નાતકોત્તર છાત્રોના અભ્યાસમાં પ્રયોગશાળા અને પ્રેકિટકલની જરૂરત હોય છે આવા છાત્રો માટે સંસ્થાન ખોલવાની મંજુરી સરકારે આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આજ દિશા નિર્દેશોનું પાલન કરતા પંજાબ સરકારે ગત ૧૨ ઓકટોબરને રાજયમાં ૧૫ ઓકટોબર બાદ આ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાનોને ખોલવાનો નિર્દેસ જારી કર્યો હતો આમ હવે રાજયમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે.HS