પંજાબમાં ૩૦૦ યૂનિટ મફત વીજળી આપવાનો AAPનો વાયદો હાલ અભરાઇએ
ચંદીગઢ, પંજાબમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન જનતાને AAP દ્વારા ૩૦૦ યૂનિટ મફત વીજળી આપવાનો વાયદો કર્યો હતો. જાેકે આ હાલ પુરતો અભરાઇએ ચડાવી દેવામાં આવ્યો છે.
આ મામલે વીજળી વિભાગના અધિકારીઓ પાસેથી ફિડબેક મળ્યો છે. જે પ્રમાણે ભગવંત માન સરકાર હાલ પંજાબના લોકોને ૩૦૦ યૂનિટ મફત વીજળી આપવાની સ્થિતિમાં નથી. ભગવંત માનસરકાર જાે લોકોને કરેલા ચૂંટણી વાયદા પુરા કરે તો તેમના પર ૫૦૦૦ કરોડ રૂપિયાનો વધારાનો ભાર ઉઠાવવો પડશે.
એક રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખવામાં આવ્યું છે કે પંજાબ સ્ટેટ પાવર કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ આમ આદમી પાર્ટીની સરકારને સલાહ આપી છે કે વીજળી મફત કરવાના વાયદાને ગરમીની સિઝનમાં લાગુ કરવાના બદલે ચોમાસામાં લાગુ કરવો જાેઈએ.
કોલસાના સંકટના કારણે પંજાબમાં વીજળી સંકટ ગમે ત્યારે આવી શકે છે. જાેકે માન સરકાર સાથે જાેડાયેલા સૂત્રોએ સંકેત આપ્યો છે કે આપ મફત વીજળી આપવાના પોતાના વાયદાથી પાછળ હટવા તૈયાર નથી. તે ૭૩.૩૯ લાખ ગ્રાહકોને કોઇપણ કિંમત પર ૩૦૦ યૂનિટ મફત વીજળી ઉપલબ્ધ કરાવવા માંગે છે.
આમ આદમી પાર્ટીના શીર્ષ નેતા મફત વીજળીના વાયદાને લાગુ કરવા માટે દ્રઢ છે પણ દેવામાં ડુબેલી પીએસપીસીએલે સંદેશો આપ્યો છે કે ગરમીની સિઝન પુરી થયા પછી જ આ સ્કીમને લાગુ કરવી જાેઈએ. વધી રહેલા તાપમાન સાથે પંજાબમાં વીજળીની ખપત પહેલા જ ૮૦૦૦ મેગાવોટ સુધી પહોંચી ગઈ છે.
કોલસાની કમીના કારણે ચાર તાપીય એકમો બંધ થવાથી રાજ્યમાં ૧૪૦૦ મેગાવોટ વીજળનું ઉત્પાદન ઓછું થઇ રહ્યું છે. જીવીકે થર્મલ પાવર પ્લાન્ટના બે એકમો બંધ છે જ્યારે માનસામાં તલવંડી સાબો પાવર લિમિટેડનું એક એકમ ટેકનિકી ખરાબીના કારણે બંધ છે.
રોપડમાં ગુરુ ગોબિંદ સિંહ સુપર થર્પલ પ્લાટનું એક એક વાર્ષિક મરામત્ત માટે બંધ છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે પીએસપીસીએલના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે વીજળી મફત આપવાના ર્નિણયનું હાલ આકલન કરવાની જરૂર છે. આ રીતની સ્કીમને લાગુ કરવા માટે ગરમીની સિઝન બિલકુલ પણ યોગ્ય સમય નથી. તેને ચોમાસામાં લાગુ કરી શકાય છે.HS