પંજાબમાં 1 ડિસેમ્બરથી નાઇટ કર્ફ્યૂની જાહેરાત
ચંદીગઢઃ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ રાજ્યના તમામ શહરો અને કસ્બાઓમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાતનો કર્ફ્યૂનો આદેશ આપ્યો છે. આ આદેશ 1 ડિસેમ્બરથી પ્રભાવી થશે. તેની સાથે જ કોવિડ સાથે જોડાયેલા નિયમોનું પાલન ન કરવા પર 1000 રૂપિયા દંડની જોગવાઈ રાખવામાં આવી છે. 1 ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્નસ્થળ રાત્રે 9:30 વાગ્યાથી બંધ થઈ જશે. 15 ડિસેમ્બરે આ પ્રતિબંધો અંગે સમીક્ષા કરવામાં આવશે.
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે, રાજ્યમાં કોરોના સંબંધી નિયમ (માસ્ક પહેરવા અને સામાજિક અંતરનું પાલન કરવું) નહીં પાળવમાં આવે તો બમણો દંડ વસૂલ કરવામાં આવશે. આ ઉપરાંત 1 ડિસેમ્બરથી તમામ હોટલ, રેસ્ટોરાં અને લગ્ન સ્થળોને રાત્રે 9:30 વાગ્યે બંધ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
પંજાબમાં કોરોનાની સ્થિતિ પર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બાદ સરકારી પ્રવક્તાએ જણાવ્યું કે કોરોનાના બચાવની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવા પર હવે 500 રૂપિયાને બદલે 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.