પંજાબમાં BJPનું શિરોમણિ અકાલી દળ સાથે ગઠબંધન થયું નહીં તેનું નુકસાન પાર્ટીને થયું

આ 7 રાજ્યોમાં તો BJPનું ખાતું ખૂલ્યું જ નથી
ભાજપ તમિલનાડુ, પંજાબ, સિક્કિમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ,નાગાલેન્ડમાં ખાતુ ખોલાવી શકયુ નથી આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, ચંદીગઢ, લદ્દાખ,લક્ષદ્વીપ આજ સ્થિતિ રહી ભાજપને કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ ઝટકો લાગ્યો છે.
ખેડૂતોમાં અશાંતિના કારણે મહારાષ્ટ્રમાં ભાજપે 12, પંજાબમાં 2, રાજસ્થાનમાં 11, હરિયાણામાં 5 અને પશ્ચિમ યુપીમાં 8 બેઠકો ગુમાવી છે.
નવીદિલ્હી, લોકસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. અબકી બાર, ૪૦૦ પારનો નારો લગાવનારી ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટી પોતાના દમ પર બહુમત હાસિલ કરવાનું ચૂકી ગઈ છે. છેલ્લા બે લોકસભા ચૂંટણીના મુકાબલે આ વર્ષે પાર્ટીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. પાર્ટી આ વખતે માત્ર ૨૪૦ સીટો પર જીતી રહી છે. પાછલી ચૂંટણીમાં ભાજપે ૩૦૩ સીટ જીતી હતી.
પરંતુ એનડીએના સહયોગીઓની મદદથી ભાજપ ફરી સરકાર બનાવવાની સ્થિતિમાં છે. ખાસ વાત છે કે દેશના સાત રાજ્યો અને ૪ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાર્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે.
આ વખતે ચૂંટણીમાં ભાજપને સીટોની સાથે વોટ શેરમાં પણ ઝટકો લાગ્યો છે. પાર્ટી આ વખતે લગભગ ૨૪૦ સીટો જીતી રહી છે. જ્યારે પાછલી ચૂંટણીમાં ૩૦૩ સીટ જીતી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને ૨૮૨ સીટો મળી હતી. આ વખતે પાર્ટીને ૩૬.૬૧ ટકા મત મળ્યા છે. તો ૨૦૧૯માં પાર્ટીનો વોટ શેર ૩૭.૬૯ ટકા હતો. જ્યારે ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપને ૩૧ ટકા મત મળ્યા હતા.
કોંગ્રેસને આ વખતે ૨૧.૨૬ ટકા સીટ મળ્યા છે. જ્યારે પાર્ટીને પાછલી ચૂંટણીમાં ૧૯.૬૬ ટકા મત મળ્યા છે. કોંગ્રેસે પાછલી ચૂંટણીમાં ૫૨ સીટ જીતી હતી. આ વખતે આશરે ૧૦૦ સીટ જીતી રહી છે. પંજાબમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પંજાબમાં પાર્ટી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે. પાછલી ચૂંટણીમાં પાર્ટીના બે સાંસદ હતા. આ વખતે પંજાબમાં ભાજપને શૂન્ટ સીટ મળી છે.
પંજાબમાં ભાજપનું શિરોમણિ અકાલી દળ સાથે ગઠબંથન થયું નહીં. તેનું નુકસાન પાર્ટીને થયું છે. દક્ષિણ ભારતના તમિલનાડુમાં પાર્ટી એકવાર ફરી ખાતું ખોલવામાં નિષ્ફળ રહી છે. પીએમ મોદીના સતત પ્રવાસ છતાં ત્યાં કોઈ સફળતા મળી નથી. મણિપુરની બે સીટો પર કોંગ્રેસે કબજો કર્યો છે. ભાજપને ત્યાં ૧૬.૫૮ ટકા મત મળ્યા છે. સિક્કિમમાં એક લોકસભા સીટ છે.
આ સીટ પર સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાને જીત મળી છે. ભાજપ તમિલનાડુ, પંજાબ, સિક્કિમ, મણિપુર, મેઘાલય, મિઝોરમ,નાગાલેન્ડમાં ખાતુ ખોલાવી શકયુ નથી આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી, ચંદીગઢ, લદ્દાખ,લક્ષદ્વીપ આજ સ્થિતિ રહી ભાજપને કેન્દ્રશાસિત પ્રદેશમાં પણ ઝટકો લાગ્યો છે. પાર્ટીએ ચંદીગઢ સીટ ગુમાવવી પડી છે. આ રીતે પુડુચેરી, લદ્દાખ અને લક્ષદ્વીપમાં પણ પાર્ટી ખાતું ખોલાવી શકી નથી.