પંજાબી અભિનેતા દીપ સિદ્ધનું રોડ અકસ્માતમાં મોત નિપજયું

ચંદીગઢ, પંજાબી અભિનેતા અને લાલ કિલ્લા હિંસાના આરોપી દીપ સિદ્ધનું રોડ અકસ્માતમાં મોત થયું છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર બની છે. જણાવી દઈએ કે ખેડૂત આંદોલન દરમિયાન દીપ સિદ્ધુ ચર્ચામાં આવ્યો હતો.
લાલ કિલ્લા હિંસા મામલામાં દીપ સિદ્ધુને આરોપી બનાવવામાં આવ્યો હતો અને જેલની સજા પણ થઇ હતી. જાેકે બાદમાં જામીન મળી ગયા હતા.
સિંધુ બોર્ડર નજીક આ અકસ્માત થયો હતો. સ્કોર્પિયો કાર ટ્રોલીથી ટકરાઇ હતી. સ્કોર્પિયોમાં દીપ સિદ્ધુ સવાર હતો. ટ્રિબ્યૂનના એક રિપોર્ટ પ્રમાણે દુર્ઘટના રાત્રે લગભગ ૮.૩૦ કલાકે સિંધુ બોર્ડર પાસે થઇ હતી. જે કૃષિ કાનૂનો સામે ખેડૂતોના વિરોધનું કેન્દ્ર પણ હતું. કથિત રીતે અભિનેતાએ હોસ્પિટલ જતા સમયે દમ તોડ્યો હતો.
રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે સિદ્ધુની લાશને પોસ્ટ મોર્ટમ માટે સોનીપતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. પોલીસના હવાલાથી કહ્યું કે સિદ્ધુ દિલ્હીથી પંજાબના ભટિંડા જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની કારે એક ટ્રેલર ટ્રેકને ટક્કર મારી હતી.
ગત વર્ષે ગણતંત્રના દિવસે કિસાનોના ટ્રેક્ટર પરેડ દરમિયાન લાલા કિલ્લા પરિસરમાં સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવા સંબંધી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના પ્રાથમિક સિલસિલામાં દિલ્હી પોલીસે ૯ ફેબ્રુઆરીએ અભિનેતા-કાર્યકર્તા દીપ સિદ્ધુની ધરપકડ કરી હતી.
પંજાબના મુક્તસર જિલ્લામાં એપ્રિલ ૧૯૮૪માં જન્મેલા દીપ સિદ્ધૂએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. દીપ કિંગફિશર મોડલ હંટનો વિજેતા પણ રહ્યો હતો. વર્ષ ૨૦૧૫માં તેની પહેલી પંજાબી ફિલ્મ ‘રમતા જાેગી’ રિલીઝ થઈ હતી. દીપ સિદ્ધુ ૨૦૧૮માં આવેલી ફિલ્મ ‘જાેરા દાસ નંબરિયા’થી જાણીતો થયો, જેમાં તેની ભૂમિકા એક ગેંગસ્ટરની હતી.HS