પંજાબી ગાયક દિલજાનનું માર્ગ અકસ્માતમાં મોત
અમૃતસર: પંજાબના જાણીતા ગાયક દિલજાનનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે આ ધટના ગઇકાલે મોડી રાતે લગભગ બે વાગે અમૃતરમાં જંડિયાલા ગુરૂ પાસે થઇ હતી પોલીસના જણાવ્યા અનુસાર દિલજાન પોતાની મહિન્દ્ર કેયુવી ૧૦૦ ગાડીમાં જાલંધરથી અમૃતસર જઇ રહ્યાં હતાં આ દરમિયાન તેમની ગાડી આગળ ચાલી રહેલ મોટી ટ્રોલને ટકરાઇ હતી જેથી તેમની ગાડીને ભારે નુકસાન થયું હતું પોલીસે ધટના સ્થળે પહોંચી દિલજાનને ગાડીમાંથી બહાર કાઢયા હતાં અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતાં જયાં ડોકટરોની ટીમે પોલીસને જણાવ્યું હતું
દિલજાનનું મોત પહેલા જ થઇ ચુકયુ છે. પોલીસે શબ કબજે કરી મોર્ચરીમાં રાખ્યું છે દિલજાનની પત્ની અને બાળક કેનેડામાં છે તેમના વ્યાબાદ પાંચ એપ્રિલે જ શબનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે જંડિયાલા ગુરૂ પોલીસ સ્ટેશનના એએસઆઇ દુર્લભ દર્શન સિંહે કહ્યું કે દિલજાન ગાડીમાં એકલા હતાં દુર્ધટનાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. દિલજાનના મોતના સમાચારના સમાચાર જાણી ધટના સ્થળે જ અનેક કલાકારો પહોંચી ગયા હતાં.
દિલજાનના નિધનથી પંજાબી મ્યુઝિત ઇડસ્ટ્રીમાં શોકની લહેર છવાઇ ગઇ હતી દિલજાનને એક રિએલિટી શોથી ઓળખ મળી હતી તે કરતારપુરના રહેવાસી હતાં તેમનું નવી ગીત તેરે વરગે તાકિદે રીલીજ થનાર છે.પંજાબી ગાયક સુખશિંદર શિંદાએ દિલજાનના મોત પર દુખ વ્યકત કર્યું છે સોશલ મીડિયા પર તેમણે દિલજાનનો ફોટો શેર કરતા લખ્યું તે આ દુર્ભાગ્યપૂર્ણ સમાચાર સવારમાં મળ્યા સંગીતની દુનિયાને નુકસાન થયું છે.પંજાબી ગાયિકા કૌર બીએ પણ દિલજાનને શ્રધ્ધાંજલી આપી હતી