પંજાબી મૂળના નેતાઓએ કેનેડામાં ૨૭ સીટો પર જીત મેળવી
નવીદિલ્હી, કેનેડામાં હાલમાં સામાન્ય ચૂંટણીઓ થઈ અને જસ્ટિન ટ્રૂડોની લિબરલ પાર્ટીને સૌથી વધારે સીટ ૧૫૭ આવી છે. પણ સરકાર બનાવવા માટે આટલો આંકડો પુરતો નથી. બહુમત માટે ૧૭૦ નો આંકડો હોવો જરૂરી છે. ત્યારે આવા સમયે ભારતીય પંજાબી મૂળના જગમીત સિંહના નેતૃત્વવાળી ન્યૂ ડેમોક્રેકિટ પાર્ટીની કિંગમેકરની ભૂમિકા ભજવશે. ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ૨૭ સીટો જીતી છે અને આ પાર્ટીનો ટેકો મળવાથી જસ્ટિન ટ્રૂડો ફરી એક વાર પોતાની સરકાર બનાવશે.
આ ચૂંટણીમાં ભારતીય મૂળના ૧૭ નેતાઓએ જીત નોંધાવી છે અને આ ૧૭માંથી ૧૬ તો મૂળ પંજાબી છે. ૨૦૧૯ ચૂંટણીમાં ૨૦ ભારતીય મૂળના નેતાઓએ જીત નોંધાવી હતી અને તેમાંથી ૧૯ પંજાબી મૂળના હતા. લિબરલ પાર્ટીના ચંદરકાંત આર્ય એકમાત્ર નોન પંજાબી નેતા છે. જેમણે જીત નોંધાવી છે.
૧૬ પંજાબી મૂળના જીતેલા નેતાઓમાંથી ૧૪ બીજી વાર અથવા તેનાથી વધારે જીત મેળવવામાં સફળ રહ્યા છે. ૨ પંજાબી નેતાએ પહેલી વાર જીત નોંધાવી છે. રક્ષા મંત્રી હરજીત સજ્જન, મંત્રી બર્દિશ ચાગર અને મંત્રી અનીતા આનંદ સહિત તમામ મુખ્ય પંજાબી ચહેરાઓએ ફરીથી ચૂંટણી જીતી છે. પાંચ પંજાબી મહિલા અંજૂ ઢિલ્લો, રૂબી સહોતા, સોનિયા સિદ્ધુ, અનીતા આનંદ અને બર્દિશ ચાગરે જીત નોંધાવી છે.HS