પંજાબ અને ચંડીગઢમાં કોરોનાના મામલા વધ્યા: કેન્દ્ર ટીમ મોકલશે
નવીદિલ્હી, કોરોના વાયરસના વધતા મામલાને ધ્યાનમાં રાખથીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પંજાબ અને ચંડીગઢમાં પોતાની ટીમ મોકલી રહી છે પંજાબમાં અત્યાર સુધી ૬૦,૦૧૩ મામલા સામે આવી ચુકયા છે અને આ સમયે ૧૫૭૩૧ એકિટવ કેસ છે જયારે ૧૭૩૯ દર્દીઓના મોત નિપજયા છે ચંડીગઢમાં અત્યાર સુધી ૫૨૬૮ મામલા સામે આવી ચુકયા છે અને ૨૦૯૫ એકટીવ મામલા છે. બે સભ્યોની ટીમોમાં એક સભ્ય પ્લાઝમાં ચંડીગઢના કમ્યુનિટી મેડિસિન એકસપોર્ટ થશે અને બીજાે નેશનલ સેંટર ફોર ડિઝીઝ કંટ્રોલના એપિડેમિયોલોજિસ્ટ હશે આ ટીમ ૧૦ દિવસ માટે પંજાબ અને ચંડીગઢમાં તહેનાત રહેશે
કેન્દ્રીય ટીમનું કામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશના જન આરોગ્ય માટે કંટેનમેંટ સર્વિલાંસ ટેસ્ટિંગ અને કોરોના દર્દીઓની કલીનિકલ મેનેજમેન્ટમાં મદદ કરવાની છે કેન્દ્રીય ટીમનું લક્ષ્ય થશે કે કંઇ રીતે મોતને ઓછું કરવામાં આવે અને વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય.HS