Western Times News

Gujarati News

પંજાબ, આસામ, આધ્રં પ્રદેશ અને ગુજરાત રાજ્યમાં આવતા અઠવાડિયેથી શરૂ થશે કોરોનાની રસીનું ડ્રાઇ રન

Files Photo

નવી દિલ્હી, કોરોના મહામારીથી ત્રસ્ત બ્રિટન અને અમેરિકા પછી અનેક દેશોએ કોરોનાની રસીઓના તાત્કાલિક ઉપયોગને મંજૂરી આપી છે ત્યારે ભારતમાં પણ રસીના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. સરકારે દેશમાં કોરોનાની રસી લોકો સુધી પહોંચાડવાની દિશામાં કામગીરી વેગવંતી બનાવી છે.

ભારત સરકાર રસીકરણ પહેલા તેનું ડ્રાઇ રન કરશે. આ માટે કેન્દ્ર સરકારે પંજાબ, આસામ, આધ્રં પ્રદેશ અને ગુજરાતને પસંદ કર્યાં છે. આ રાજ્યમાં આવતા અઠાડિયે કોરોનાની રસીનું ડ્રાઇ રન કરવમાં આવશે.

ડ્રાય રનની મદદથી સરકાર કોરોનાની રસીની ખેપ આવે ત્યારે તેની તૈયારીઓને પરખવાનું કામ કરવા માગે છે. આ ડ્રાઇ રન દરમિયાન કોઇ પણ વ્યક્તિને રસી આપવામાં નહીં આવે પણ રસીતરણની સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવમાં આવશે.

દેશમાં આજે 7000થી વધારે જિલ્લા સ્તર પર તાલીમાર્થીઓની મદદની સાથે કોરોનાની રસીકરણનું રાજ્ય સ્તર પર પ્રશિક્ષણ પુરૂ થયું છે. જોકે, લક્ષદ્વીપમાં પ્રશિક્ષણ હજુ સુધી શરૂ થયું નથી પરંતુ ટુંક સમયમાં આયોજિત થશે.

કોરોના રસીનું ડ્રાઇ રન તેવી રીતે જ કામ કરશે જે રીતે રસી આવ્યા બાદ રસીને લઇને પ્લાન કરવામાં આવ્યું છે કે પછી રસી લગાવવામાં આવે છે. આ ડ્રાઇ રનમાં લોકોને રસી આપવામાં નહીં આવે પણ ફક્ત લોકોને ડેટા લેવામાં આવશે. તેને સરકાર તરફથી cowin એપ પર અપલોડ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.