Western Times News

Gujarati News

પંજાબ બાદ હવે રાજસ્થાન સરકાર પણ લાવશે કેન્દ્રના કૃષિ કાનુનોની વિરૂધ્ધ વિધેયક

જયપુર, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે કહ્યું કે રાજસ્થાન સરકાર પણ કેન્દ્ર દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલ કૃષિ સંબંધી કાનુનોની વિરૂધ્ધ વિધેયક લાવશે અને તેના માટે તાકિદે રાજય વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવશે રાજયમંત્રી પરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ગહલોતની ્‌ધ્યક્ષતામાં થયેલ આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા કિસાનોથી સંબંધિત વિષયો પર બનાવવામાં આવેલ ત્રણ નવા કાનુનોથી રાજયના કિસાનો પર પડનાક પ્રભાવ પર ચર્ચા કરવામાં આવી બેઠક બાદ જારી સરકારી નિવેદન અનુસાર મંત્રી પરિષદે રાજયના કિસાનોના હિતમાં આ નિર્ણય કર્યો છે કે કિસાનોના હિતને સંરક્ષિત કરવા માટે તાકિદે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.

ગહલોતે ટ્‌વીટ કર્યું કે પંજાબની કોંગ્રેસ સરકારે આ કાનુનોની વિરૂધ્ધ વિધેયક પસાર કર્યું છે અને રાજસ્થાન પણ તાકિદે આવું જ કરશે નિવેદન અનુસાર રાજયમંત્રી પરિષદે પાકોની ન્યુનતમ સમર્થન મૂલ્ય પર ખરીદની અનિવાર્યતા પર ભાર મુકયો આ સાથે જ વેપારીઓ દ્વારા કિસાનોના પાક ખરીદના પ્રકરણમાં વિવાદ થવાની સ્થિતિમાં તેનો સામનો કરવા માટે દિવાની અદાલતના અધિકારોને બહાલી રાખવા પર પણ ચર્ચા કરવામાં આવી. મંત્રી પરિષદનો મત છે કે રાજસ્થાનમાં આવા પ્રકરણોમાં પાક ખરીદના વિવાદની મંડી સમિતિઓ કે દીવાની અદાલતના માધ્યમથી ઉકેલની વ્યવસ્થા પૂર્વવત રહેવી જાેઇએ.

મંત્રી પરિષદે માન્યુ કે નવા કૃષિ કાનુનોને લાગુ થયા બાદ આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ સામાન્ય પરિસ્થિતિઓમાં વિવિધ કૃષિ જિન્સોના ભંડારની અધિકતમ સીમા હટાવવાથી કાળા બજાર વધશે બિન જરૂરી ભડારણ તથા કીમમતો વધવાની આશંકાનો ઇન્કાર કરી શકાય નહીં બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી કે અનુબંધ કૃષિ અધિનિયમમાં ન્યુનતમ સમર્થન મૂલ્યની જાેગવાઇ રાખવી પ્રદેશના કિસાનોના હિતમાં હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.