પંજાબ મેડિકલ કોલેજમાં જીન્સ પહેરવા પર રોક લગાવાઇ
ફૈસલાબાદ, પાકિસ્તાનના પંજાબ મેડિકલ કોલેજના પ્રબંધને એક ફરમાન જારી કરી છાત્રો અને છાત્રાઓને જીંસ પહેરી કોલેજ આવવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રબંધને મેડિકલના છાત્ર અને છાત્રાઓ માટે યુનિફોર્મ લાગુ કર્યું છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર આ બાબતમાં કોલેજ પ્રબંઘન દ્વારા જારી જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે છાત્ર અને છાત્રાઓ માટે જીંસની સાથે સાથે ટીશર્ટ સ્કર્ટ જાગર જેવી વસ્તુઓને પહેરવા પર પણ સખ્ત મનાઇ છે.
જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ત્રણ ફેબ્રુઆરીથી આ પ્રબંધ લાગુ થશે આ તારીખથી છાત્રાઓને સફેદ સલવાર સફેદ કમીજ ગુલાબી દુપટ્ટા અને કાળાના રંગના બુટ પહેરી કોલેજ આવવું પડશે આ તેમનો યુનિફોર્મ હશે. જયારે છાત્રાઓને સફેદ સલવાર અને સફેદ કમીજ કે સફેદ શર્ટ અને ગ્રે પેન્ટ પહેરી મેડિકલ કોલેજમાં અભ્યાસ માટે આવવું પડશે જા કે કોલેજના યુનિફોર્મ લાગુ કરવાના નિર્ણયનો કેટલાક છાત્ર છાત્રાઓએ વિરોધ વ્યકત કર્યો છે.