Western Times News

Gujarati News

પંજાબમાં મોટા ડ્રોન મારફતે હથિયારો ઉતારવા પ્રયાસો

પાકિસ્તાન:પાકિસ્તાનમાંથી (Pakistan) ભારે ડ્રોન (heavy duty drone) મારફતે પંજાબમાં (punjab) મોટી સંખ્યામાં હથિયારો ઉતારવાની ઘટના સપાટી પર આવ્યા બાદ પંજાબ સરકરા એલર્ટ અને સાવધાન થઇ ગઇ છે. પોલીસ દાવો કરી રહી છે કરે આ મહિનામાં પાકિસ્તાન દ્વારા આઠમી વખત હથિયારો નાંખવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ પંજાબના મુખ્યપ્રધાન અમરિન્દરસિંહે (punjab cm amrindersinh) કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત સાહ (Home Minister Amit shah) સમક્ષ આ મામલે મદદની માંગ કરી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટેની માંગ કરવામાં આવી છે.

પંજાબમાં ખાલિસ્તાની ત્રાસવાદી (khalistani terrorist) મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ ડ્રોન મારફતે હથિયારો ઉતારી દેવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે હાલમાં પંજાબમાં તરન તારન જિલ્લામાં ચાર ખાલિસ્તાની ત્રાસવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ભારે માત્રામાં એકે-૪૭ સહિતના હથિયારો જપ્ત કરવામા આવ્યા હતા. પોલીસે તપાસમાં શોધી કાઢ્યુ છે કે આ હથિયારોના સપ્લાય જીપીએસ ફિટેડ ડ્રોનની મદદથી કરવામાં આવી છે.

પોલીસે રવિવારના દિવસો એકે-૪૭ રાયફલ, AK-47 પિસ્તોલ (Pistol) , સેટેલાઇટ ફોન,Satellite phone હેન્ડ ગ્રેનેડ Hand granade તેમજ કારતુસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને નાબુદ કરવામાં અવ્યા બાદ પાકિસ્તાનના ખતરનાક ઇરાદાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંબંધમાં પંજાબના મુખ્યપ્રધાન અમરિદરસિંહે કહ્યુ છે કે સરહદ પારથી પાકિસ્તાનના (Pakistan border to punjab) ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં મોટા પાયે રક્તપાત સર્જવવા માટેની યોજના ત્રાસવાદીઓ અને પાકિસ્તાન ધરાવે છે. ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલા હથિયારોમાં એકે-૪૭ રાઇફલનો પણ સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.