પંજાબ સરકાર ૩૬૦૦૦ કર્મચારીઓને નોકરી આપશે
ચંડીગઢ, એક મોટો ર્નિણય લેતા પંજાબ કેબિનેટે રાજ્યમાં ૩૬,૦૦૦ કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવા માટેના બિલને મંજૂરી આપી દીધી છે. આ તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ, એડહોક, દૈનિક વેતન અને વિવિધ સરકારી વિભાગોમાં હંગામી ધોરણે કામ કરતા હતા.
પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કર્મચારીઓની સેવાઓને નિયમિત કરવા માટે પંજાબ પ્રોટેક્શન એન્ડ રેગ્યુલરાઈઝેશન ઓફ કોન્ટ્રાક્ટ્યુઅલ એમ્પ્લોઈઝ બિલ-૨૦૨૧ને મંજૂરી આપવામાં આવી હતી.
આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પત્રકારોને જણાવ્યું હતું કે, “કેબિનેટે આજે એક મોટો ર્નિણય લઈને ૩૬,૦૦૦ કર્મચારીઓને નિયમિત કરવાનો ર્નિણય લીધો છે.
કર્મચારીઓ માટે આ એક મોટી ભેટ છે. મુખ્યમંત્રી કાર્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ર્નિણય સાથે ૧૦ વર્ષથી વધુ સેવા ધરાવતા લગભગ ૩૬,૦૦૦ કર્મચારીઓની સેવાઆ ે નિયમિત કરવામાં આવશે. પંજાબમાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.
અન્ય ર્નિણયમાં, કેબિનેટે ૧ માર્ચ, ૨૦૨૦ થી લઘુત્તમ વેતનમાં વધારાને પણ મંજૂરી આપી છે. ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે લઘુત્તમ વેતનમાં સુધારો ૧ માર્ચ, ૨૦૨૦ ના રોજ થવાનો હતો. તેમાં ૪૧૫.૮૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે તે હવે ૮૭૭૬.૮૩ રૂપિયાથી વધીને ૯૧૯૨.૭૨ રૂપિયા થઈ ગયો છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે લઘુત્તમ વેતનમાં વધારા સાથે, એક કર્મચારીને ૧ માર્ચ, ૨૦૨૦ થી ઓક્ટોબર, ૨૦૨૧ સુધીનું ૮,૨૫૧ રૂપિયાનું એરિયર મળવાનું પણ હકદાર બનશે.HS