પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ કોવિડ ૧૯ હોટસ્પોટ તરીકે જાેવા મળી રહ્યાં છે
નવીદિલ્હી: કોરોના વાયરસના દર્દીઓના આંકડા સતત વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મહારાષ્ટ્ર ઉપરાંત દેશના વધુ ત્રણ રાજ્ય કોવિડ-૧૯ હોટસ્પોટ તરીકે જાેવા મળી રહ્યા છે. આ રાજ્યોમાંથી સામે આવી રહેલા કોરોનાના આંકડા ડરાવનારા છે. રોજ મળી રહેલા દર્દીઓ ઉપરાંત દેશમાં પોઝિટિવિટી દરમાં પણ ઘણો મોટો વધારો જાેવા મળી રહ્યો છે.
એક એનાલિસિસ મુજબ, પંજાબ, હરિયાણા અને મધ્ય પ્રદેશ- આ ત્રણ રાજ્યોમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે.
એનાલિસિસ મુજબ, આ ત્રણ રાજ્યો પર બીમારીના આગામી હોટસ્પોટ બનવાનો ખતરો ઊભો થયો છે. દેશના નવા હોટસ્પોટ વિશે જાણવા માટે ૨૦ સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તારોનો ડેટા લેવામાં આવ્યો હતો. આ દરમિયાન રિપાર્ટમાં ત્રણ વાતો- વધતો પોઝિટિવિટી રેટ, વધતા રોજના કેસ અને પ્રતિ ૧૦ લાખ લોકો પર ઓછા ટેસ્ટિંગનો સામેલ કરવામાં આવી હતી.
એનાલિસિસમાં રાજ્ય અને જિલ્લા સ્તરના સ્ટેટિસ્ટિક્સ ડેટા જણાવે છે કે પૂર્વ ભારતની તુલનામાં પશ્ચિમ ભારતમાં સ્થિતિ વધુ ઝડપથી ખરાબ થઈ રહી છે. મહારાષ્ટ્રમાં સ્થિતિ ખૂબ જ ચિંતાજનક થઈ ગઈ છે. દેશના અનેક રાજ્યોમાં સરકાર કોવિડ નિયમો કડક કરી રહી છે. અનેક જિલ્લાઓમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી ચૂકી છે. હાલમાં ગુજરાત સરકારે રાજ્યના ૮ મોટા શહેરોમાં સ્કૂલોમાં ઓફલાઇન ક્લાસ ૧૦ એપ્રિલ સુધી બંધ કરવાનો ર્નિણય લીધો છે.
ત્રણ રાજ્યોમાં સૌથી વધુ ચિંતા કરાવનારી સ્થિતિ પંજાબમાં છે. છેલ્લા ૩૦ દિવસમાં રાજ્યમાં રોજ મળતા કેસોમાં ૫૩૧ ટકાનો વધારો થયો છે. બીજી તરફ, સાપ્તાહિક પોઝિટિવિટી દર ૪.૭ ટકાના પોઇન્ટ સુધી વધી ગયો છે. દેશમાં મહારાષ્ટ્ર ઉપરાંત બીજાે સૌથી વધુ વધારો છે. પંજાબ અને મહારાષ્ટ્ર બાદ હરિયાણામાં કેસ વધવાનો દર સૌથી વધારે છે.
હરિયાણામાં ગત ૩૦ દિવસમાં ૩૯૮ ટકાના દરથી કેસો વધ્યા છે. અહીં સરેરાશ પોઝિટિવિટી દર ૨.૨ ટકા પર છે. મધ્ય પ્રદેશમાં રોજ મળી રહેલા કેસોનો દર ૨૭૭ ટકા પર પહોંચી ગયો છે. અહીં પોઝિટિવિટી રેટ ૩.૩ ટકા વધી ગયો છે. મધ્ય પ્રદેશમાં ટેસ્ટિંગ દર પણ મુશ્કેલી ઊભી કરનારું છે. અહીં પ્રતિ ૧૦ લાખ લોકો પર ૧૯૧ ટેસ્ટ થયા છે.