Western Times News

Gujarati News

પંજાબ-હરિયાણા-રાજસ્થાનના અનેક સ્થળોનું તાપમાન શૂન્યની નજીક

Files Photo

નવી દિલ્હી, ઉત્તર ભારતમાં હાડ ગાળતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. કાશ્મીરમાં સૌથી ઠંડા દિવસોની સીઝન શરૂ થઈ હતી. 40 દિવસની ચિલાઈ કલાનનો પ્રારંભ થતાં બર્ફિલો પવન અનુભવાયો હતો. આખા ઉત્તર ભારતમાં કોલ્ડવેવ યથાવત રહ્યો હતો. પાટનગર દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડીના નવા વિક્રમો સર્જાય તેવી શક્યતા છે.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે ઉત્તર ભારતના બધા જ રાજ્યોમાં કાતિલ ઠંડી અનુભવાઈ હતી, પરંતુ આગામી દિવસોમાં થોડીક રાહત મળે એવી શક્યતા છે. જોકે, પાટનગર દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ હજુ પણ વિક્રમસર્જક રહેશે એવી આગાહી થઈ છે.

ઉત્તર ભારતમાં છેલ્લાં 48 કલાકથી તાપમાન યથાવત જોવા મળ્યું હતું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસૃથાન જેવા રાજ્યોના કેટલાય સૃથળોએ તાપમાનનો પારો શૂન્યની નજીક નોંધાયો હતો. જોકે, આ સપ્તાહમાં તાપમાનનો પારો ફરીથી સરેરાશ એકાદથી બે ડિગ્રી જેટલો ઊંચો જશે એટલે ઠંડી ઘટશે એવો અહેવાલ હવામાન વિભાગે આપ્યો હતો.

જમ્મુ-કાશ્મીરમાં કાતિલ ઠંડીની 40 દિવસીય સિઝન શરૂ થઈ છે. ચિલાઈ કલાનનો પ્રારંભ થતાં બરફની ચાદર છવાઈ જશે. શ્રીનગરમાં તાપમાનનો પારો માઈનસ 6.2 રહ્યો હતો. પહલગામમાં માઈનસ 7 અને ગુલમર્ગમાં તાપમાનનો પારો માઈનસ 7.5 સુધી ગગડી ગયો હતો. 21મી ડિસેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી ચિલાઈ કલાનનો સમયગાળો રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાન સતત નીચે આવશે. બરફવર્ષા વધતી જશે.

હિમાચલ પ્રદેશમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત ઠંડો વાયરો ફૂંકાવાના કારણે હિમાચલ પ્રદેશમાં આકરી ઠંડી અનુભવાઈ હતી. પાટનગર દિલ્હીમાં ગાઢ ઝાકળ સાથે ઠંડોગાર સૂસવાટા નાખતો પવન ફૂંકાયો હતો. દિલ્હીના ઘણાં સૃથળોનું તાપમાન 2.7થી લઈને પાંચ સુધી યથાવત રહ્યું હતું. આગામી દિવસોમાં 23થી 26મી ડિસેમ્બર દરમિયાન વધારે ઠંડી પડવાના આસાર છે.

ઉત્તર પ્રદેશના કેટલાય સૃથળોએ તાપમાનનો પારો પાંચ આસપાસ જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલમાં હળવા વરસાદી છાંટાં પડવાની આગાહી છે, પરંતુ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશમાં 30મી ડિસેમ્બર સુધીમાં ઠંડીમાં રાહત થશે.

પંજાબ-હરિયાણામાં કોલ્ડવેવની સિૃથતિ યથાતથ રહી હતી. આદમપુર સૌથી ઠંડુ સૃથળ રહ્યું હતું, જ્યાં તાપમાન 3.2 ડિગ્રી જોવા મળ્યું હતું. સરેરાશ મિનિમમ તાપમાન 4થી 5.8 સુધી નોંધાયું હતું. માઉન્ટ આબુના ગુરૂશિખરનું તાપમાન માઈનસ 3 ડિગ્રી નોંધાયું હતું. તળેટીમાં પણ તાપમાનનો પારો માઈનસ 2 ડિગ્રીએ થીજી ગયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.