પંજુરી હનુમાન મંદિરના મહંતે કોરોનાને મહાત કરવા હનુમાન મંત્રોના જાપ શરૂ કર્યો
દેશમાં કોરોના વાયરસના ફેલાવાને કારણે લોકોમાં દહેશતગર્દી ઉભી થઇ છે આ રોગના પ્રકોપથી બચવા લોકો સજાગ બની રહયા છે. અને પોતાનું જીવન ધરમાં પુરાઇને વ્યતિત કરી રહયા છે.
તેવા સંજોગોમાં હવે સંતો- મહંતો અને ધર્માચાર્યો પણ આ રોગથી મુકિત મેળવવા લોકોને પ્રશિક્ષણ પાઠો અને હોમ હવન મંત્રોજાપ કરવા લાગ્યા છે. માણાવદર પંથકમાં અતિ પ્રખ્યાત અને જાગૃત જગ્યા તરીકે યુગોથી જે ખ્યાતિ ધરાવે છે તે પંજુરી હનુમાનજી ની જગ્યા ના મહંતશ્રી કિશનદાસ બાપુ એ કોરોના રોગને હનુમાન જેવી શક્તિ જ દૂર કરી શકે છે તેવા આશયથી હનુમાન મંત્રો શરૂ કર્યો છે.
તેમણે લોકોને ધરમાં જ રહીને હનુમાનજી ના પાઠ કરવા વિનંતી કરી છે અને ધરની બહાર ન નિકળવા અનુરોધ કર્યો છે. મંદિર ના તમામ કાર્યક્રમો હાલની સ્થિતિ ને જોતા સ્થગિત કરાયા છે. કિશનદાસ બાપુ પોતે એકલા જ હનુમાનજી ની આરતી કરી રહયા છે. મંદિર માં લોકોની ભીડ વધે તેવા કાર્યક્રમો બંધ કર્યા છે.