પંડિત બિરજુ મહારાજનું નિધન એક યુગનો અંત: રાષ્ટ્રપતિ

નવીદિલ્હી, કથક સમ્રાટ તરીકે જાણીતા પંડિત બિરજુ મહારાજનું હાર્ટએટેકના કારણે નિધન થયું છે દિગ્ગજ નૃત્યાંગનાના અવસાનથી કલા જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે બિરજુ મહારાજના યોગદાનને યાદ કરીને દરેક લોકો તેમને શ્રધ્ધાંજલિ આપી રહ્યાં છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે પીઢ કથક નૃત્યાંગના પંડિત બિરજુ મહારાજનું અવસાન એક યુગનો અંત છે અને તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેજના વ્યકત કરી છે.
તેમણે કહ્યું કે મહારાજના અવસાનથી ભારતીય સંગત અને સાંસ્કૃતિક જગતમાં એક વિશાળ ખાલીપો પડી ગયો છે.તેમણે ટ્વીટ કરી કહ્યું કે પીઢ પંડિત મહારાજનું નિધન એક યુગનો અંત દર્શાવે છે.તેમણે ભારતીય સંગીત અને સાંસ્કૃતિક ક્ષેત્રે એક વિશાળ શૂન્યતા છોડી દીધી છે.
તેઓ એક આઇકોન બની ગયા હતાં.જેમણે વૈશ્વિક સ્તરે કથકને લોકપ્રિય બનાવવામાં ખુબ જ યોગદાન આપ્યું હતું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિરજુ મહારાજના નિધન અંગે શોકની લાગણી વ્યકત કરી હતી અને પરિવારને સાંત્વના પાઠવી છે.HS