Western Times News

Gujarati News

પંડ્યા પરિવારમાં સૌથી વધારે શોપિંગ નતાશા કે પંખુરી નહીં પરંતુ સાસુ કરે છે

હાર્દિક સાથે લગ્ન કર્યા બાદ ગુજરાતી શીખી ગઈ નતાશા

નતાશા વીડિયોમાં ગુજરાતી બોલતી જાેવા મળી

મુંબઈ,નતાશા સ્ટેનકોવિક અલગ દેશ અને સંસ્કૃતિમાંથી આવતી હોવા છતાં હાર્દિક પંડ્યાના પરિવાર સાથે હળીભળી ગઈ છે. ક્રિકેટરનો પરિવાર ગુજરાતી છે જ્યારે નતાશા મૂળ સરેબિયાની છે. કપલના લગ્નને અઢી વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને તેઓ દીકરા અગસ્ત્યના માતા-પિતા પણ છે. નતાશા સ્ટેનકોવિક YouTube પર પોતાની ચેનલ ધરાવે છે, જેમાં તે સમયાંતરે વ્લોગ શેર કરતી રહે છે.

એક દિવસ પહેલા તેણે આવો જ એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે ફેન્સ દ્વારા પૂછવામાં આવેલા કેટલાક સવાલના જવાબ આપ્યા હતા. આ વીડિયોમાં પંડ્યા પરિવારમાં સૌથી વધારે ઈમોશનલ કોણ છે, સૌથી વધારે શોપિંગ કોણ કરે છે, અગસ્ત્યના નામ પાછળી સ્ટોરી અને પરિવારમાં કુલ કેટલા સભ્યો રહે છે સહિતની માહિતી જાણવા મળી.

 

જાે કે, વીડિયોમાં કોઈ બાબતે ધ્યાન ખેંચ્યું હોય તો તે હતું, નતાશા દ્વારા બોલાયેલા અમુક ગુજરાતી શબ્દો. નતાશા સ્ટેનકોવિકે શેર કરેલા વીડિયોમાં પંડ્યા પરિવારના મોટાભાગના સભ્યો મળ્યા. જેમાં અગસ્ત્યના નામ પાછળની સ્ટોરી શેર કરતાં જેઠાણી પંખુડી શર્માએ કહ્યું ‘જ્યારે નતાશા પ્રેગ્નેન્ટ હતી અને ત્રીજાે મહિનો ચાલી રહ્યો હતો ત્યારે મેં તેને અગસ્ત્ય મારું ફેવરિટ નામ હોવાનું કહ્યું હતું. જ્યારે તેનો જન્મ થયો ત્યારે અમે ઘણું સર્ચ કર્યું હતું. જાે કે, નતાશાએ અગસ્ત્ય રાખવાનું પસંદ કર્યું હતું’. આ સિવાય પરિવારમાં સૌથી વધારે ઈમોશનલ પંડ્યા બ્રધર્સના મમ્મી નલિની પંડ્યા અને ત્યારબાદ પંખુડી હોવાનું કહ્યું હતું.

ત્યારબાદ નતાશાએ જણાવ્યું ‘અમે પરિવારમાં ૧૦ સભ્યો રહીએ છીએ. જેમાં સ્ટાફ અને અમારા પેટ્‌સનો સમાવેશ થતો નથી’, તો પંખુડીએ ઉમેર્યું ‘અમે એક જ ઘરમાં સાથે રહેતા હોવાની વાત પર ઘણાને વિશ્વાસ નથી થતો. પરંતુ અમે આ જ રીતે રહીએ છીએ. લડીએ છીએ-ઝઘડીએ છીએ. અમારા ઘરને ટૂંક સમયમાં જિલ્લો જાહેર કરવાનું છે. એક ફેને નતાશા સ્ટેનકોવિકને શું તે ગુજરાતી બોલી શકે છે કે નહીં તેમ પૂછ્યું. જેના પર તેણે કહ્યું ‘હું ગુજરાતી જાણું છું.

જ્યારે કોઈ વ્યક્તિ ઝડપથી ગુજરાતી બોલતી ન હોય ત્યારે સમજી જાઉ છું. હું માત્ર ‘કેમ છો’, ‘મજા મા?’ ‘શું છે?’ ‘સારું છે’ તેવા શબ્દો બોલી શકું છું. ઘરમાં સૌથી વધારે શોપિંગ કોણ કરે છે તેના વિશે વાત કરતાં પંખુડી શર્માએ કહ્યું ‘સૌથી વધારે કૃણાલ કરે છે, પરંતુ લિસ્ટમાં સૌથી ઉપર મમ્મી (સાસુ) અને હાર્દિક છે. અમે મોલમાં શોપિંગ કરી શકતા નથી. તમારે તેમની સાથે શોપિંગ વખતે રહેવું પડે છે અને જ્યારે તમારો વારો આવે ત્યારે થાકી ગયા હોય છે’.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.