પંઢરપુરમાં જુલાઇમાં અષાઢી યાત્રા વખતે ૧૦ દિવસની સંચારબંધી જાહેર

સોલાપુર: કોરોનાનું સંકટ હજી ટળ્યું ન હોવાથી સોલાપુર જિલ્લાના તીર્થસ્થાન પંઢરપુરમાં જુલાઇમાં અષાઢી યાત્રા વખતે ૧૦ દિવસની સંચારબંધી જાહેર કરવામાં આવી છે. ભીડને કારણે મહામારીને ફેલાવો ન થાય માટે ૧૭મીથી ૨૫મી જુલાઇ સુધી સંચારબંધી લાગુ કરવાની દરખાસ્ત પોલીસ વિભાગ તરફથી જિલ્લા પ્રશાસનને આપવામાં આવી છે.
પાલખી-યાત્રાનું આયોજન પણ કોરોનાને લગતા નિયમોનું પાલન કરીને મર્યાદિત રીતે કરવામાં આવશે. દસ પાલખીનો પૂર્ણિમા સુધી પંઢરપુરમાં મુકામ રહેશે.
અષાઢી યાત્રા વખતે સોલાપુર જિલ્લા, પંઢરપુર તાલુકા અને પંઢરપુર ગામ આમ ત્રણ ઠેકાણે કડક નાકાબંધી કરવામાં આવશે. ચંદ્રભાગ નદીના તટવિસ્તારમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવશે. જેને પરવાનગી આપવામાં આવી હશે એ નાગરિકોને જ નગરપ્રદક્ષિણાના પ્રસંગમાં સામેલ થવા પ્રવેશ આપવામાં આવશે એણ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ તેજસ્વી સાતપુતેએ જણાવ્યું હતું.