પંતને ચીયર કરવા આવેલી અભિનેત્રી ઉર્વશી ટ્રોલ થઇ
મુંબઈ, ઉર્વશી અને પંતની ડેટિંગના સમાચાર ઘણા સમયથી આવી રહ્યાં છે. ત્યાં સુધી પણ કહેવામાં આવ્યું કે પંતે ઉર્વશીને વૉટ્સઍપ પર બ્લોક પણ કરી દીધી હતી. તે બાદ પંતને બર્થ ડે વિશ કરી અને હવે મૅચ જાેવા પણ આવી ગઇ હતી. આ જાેઇને ફેન્સે તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી હતી.
એક યુઝરે સોશ્યલ મીડિયા પર ઉર્વશીને ટ્રોલ કરતાં લખ્યું કે, ઉર્વશી પંતને એટલે ચીયર અપ કરી રહી છે કારણકે પંત તેને અનબ્લોક કરી દે. અન્ય એક યુઝરે લખ્યું કે, અનબ્લોક થઇ જઇશ, ટ્રાય કરવાનું બંધ કર. કેપ્ટન કોહલી ભારતીય ક્રિકેટનો પહેલો એવો કેપ્ટન છે જેના નેતૃત્વમાં પાકિસ્તાને ભારતને પ્રથમ વખત વર્લ્ડ કપમાં હરાવ્યું છે.
દેશના ક્રિકેટના ઇતિહાસમાં, ૨૪ ઓક્ટોબર ૨૦૨૧ પહેલા વર્લ્ડકપમાં કોઈ પણ કેપ્ટન પાકિસ્તાન સામે હાર્યો ન હતો. આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ-૨૦૨૧ના સુપર-૧૨ તબક્કાની પ્રથમ મેચમાં ભારતને આ હાર મળી હતી.SSS