Western Times News

Gujarati News

પગારનો ઈન્કાર કરનાર શેઠની કારમાં ડ્રાઈવરે તોડફોડ કરી

માર્ચ સુધીનો પગાર ચૂકવાઈ ગયો હતો એ પછી નોકરીએ આવ્યો ન હોવા છતાં પગારની માગણી કરીને ધમકી આપી
અમદાવાદ,  કોરોના મહામારી રોકવા સરકારે જાહેર કરેલા લોકડાઉનની અસરો અનલોક-૧માં જાવા મળી રહી છે. લોકડાઉનના દિવસોનો પગાર આપવાનો ઈન્કાર કરનાર શેઠની કારમાં ડ્રાઈવરે તોડફોડ કરી હતી. શેઠે માર્ચ મહિનાનો પૂરો પગાર ચૂકવી દીધા બાદ ડ્રાઈવર લોકડાઉનમાં નોકરી આવ્યો નહીં કે ફોન કરીને પોતે નોકરી આવવાનો છે,તેવી જાણ પણ કરી ન હતી.  અચાનક લોકડાઉન પછી હાજર થઈ ડ્રાઈવરે પગારની માંગણી કરતા શેઠે ઈન્કાર કર્યો હતો.

ઈન્કમટેક્સની હોટલ હયાતની પાછળ આવેલી જીતેન્દ્ર ચેમ્બરમાં રિયલ એસ્ટેટની ઓફિસ ધરાવતા અને લો ગાર્ડન પાસે આવેલા સમર્થેશ્વર મહાદેવ પાછળના બંગલોમાં રહેતા સુજલ અશ્વિન રાવલે છ માસ પહેલા ડ્રાઈવર માટે જાહેરાત આપી હતી. જે જાહેરાત જાઈને મળવા આવેલા કિશન ગોકુલભાઈ ભરવાડને ડ્રાઈવર તરીકે નોકરી પર રાખવામાં આવ્યો હતો.  કિશને માર્ચ મહિનાથી નોકરી આવવાનું બંધ કર્યું હતું. તેનો માર્ચ મહિના સુધીનો પગાર ચૂકવાઈ ગયો હતો. તે પછી કિશન ભરવાડ નોકરી પર આવતો ન હતો. લોકડાઉન બાદ અચાનક ડ્રાઈવર કિશન ગત તારીખ ૧૫મી જૂનના રોજ ઓફિસ પહોંચ્યો અને સુજલભાઈ પાસે લોકડાઉનના બે માસના પગારની માંગણી કરી હતી.

સુજલભાઈએ જણાવ્યું હતું કે, તમે માર્ચ મહિનામાં છુટા થઈ ગયા હોવાથી તમને પગાર નહીં મળે આથી ઉશ્કેરાયેલા કિશને અપશબ્દો બોલ્યો અને પગાર તો હું લઈને જ રહીશ તેમ જણાવી નીકળી ગયો હતો. સુજલભાઈ સાંજે ૭.૦૦ વાગ્યે કાર લેવા ગયા તો તેમની કારની આગળ અને પાછળની સાઈડ લાઈટો તૂટેલી હતી.  કાર પર લીટા અને ગોબા પાડેલા હતાં. કારમાં ટોટલ રૂ.૨ લાખનું નુકશાન આરોપીએ કર્યું હતું. સુજલભાઈએ કિશનને ફોન કરતા તેનો ફોન સ્વીચ આૅફ આવતો હતો. સુજલભાઈની ફરિયાદને પગલે વાડજ પોલીસે ગુરૂવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.