પગે લાગવાથી જીવન પલટાઈ જાય છે
સંબંધના આટાપાટા (૬૬)-
– વસંત મહેતા
ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાથી સકારાત્મક ઉર્જા મળે છે: ચરણ સ્પર્શએ આપણી ભારતીય સંસ્કૃતિના દર્શન છે
આશીર્વાદથી માનવીનું જીવન પલટાઈ જાય છે. આવુ આપણાં વડવાઓ તેમજ સાધુ- સંતો દ્વારા કહેવામાં આવી રહયુ છે. એક સમય એવો હતો આપણાં ઘેર કોઈ મહેમાન આવતા ત્યારે નાના- બાળકોથી લઈ યુવાનો તેમને પગે લાગતા અને જા કોઈ પપ્પાથી મોટુ હોય તો પપ્પા-મમ્મી પણ તેમને પગે લાગતા આજે પણ આવી પ્રથા ઘણાં શહેરો અને ગામડાઓમાં હજુ જાવા મળે છે.
આશીર્વાદ એક એવો પ્રભાવ છે જે કોઈના પણ જીવનને પૂરી રીતે બદલી નાંખે છે. આમ વરદાન સાથે જાડાયેલી ઘણી બધી કથાઓ આપણાં પુરાણોમાં જાવા મળે છે જયારે આપણે પગે લાગતા તો વડીલ મુરબ્બી આપણને આશીર્વાદ આપતા સુખી રહો. સાધુ-સંતને પગે લાગતા તો આયુષ્યમાન ભવઃ, કલ્યાણ અસ્તુ ! આમ આવા આશીર્વાદ આપણે મેળવતા આજકાલ પગે લાગવાનું પ્રથા મોટાભાગે સાવભૂલાઈ ગઈ છે.
આશીર્વાદ માટે ચાર શબ્દો છે જેમકે આયુ, વિદ્યા, બળ અને બુધ્ધી જે શુભકામનાઓથી આયુ, વિદ્યા, બળ અને બુદ્ધિમાં વધારો થાય છે તેને આશીર્વાદ કહેવામાં આવશે.
તમે અને મેં સહુ કોઈએ પ્રાચીન કથામાં સાંભળ્યુ હશે કે વાંચ્યુ હશે કે પ્રાચીન ઋષિમુનીઓ જા તમારા ઉપર મહેરબાન થાય તો તમારી જિંદગી આખી બદલાઈ જાય અને જા કોપાયમાન થાય તો તમારી પેઢીનું ધનોત- પનોત નીકળી જાય ! ઋષિ- મુનીઓની કથામાં સાંભળ્યુ હશે કે વાંચ્યુ હશે કે પેલા ઋષિએ શ્રાપ આપ્યો અને કોપાયમાન થયા અને રાજાનું રાજપાટ ચાલ્યુ ગયુ. એવી શક્તિ ઋષિમુનીઓ અને તપસ્વી સાધુ- સંતોમાં હતી કે તેઓ વરદાન આપતા કે શ્રાપ આપતા તો તે સાચુ પડતુ હતું.
એવુ માનવામાં આવે છે કે કોઈ મોટા પુરૂષના મુખમાંથી નીકળેલા જે શબ્દો હોય તે આશીર્વાદરૂપી ફળે છે એટલે આપણે ત્યાં ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેતા થયા. આજે પણ હજુ ટેકનોલોજીના યુગમાં આપણે વડીલ મુરબ્બીઓના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈએ છીએ. આમ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાના બે ફાયદાઓ રહેલા છે જેમાં આધ્યાÂત્મકતા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ફાયદો થાય છે.
જો વૈજ્ઞાનિક રીતે માનીએ તો આપણાં શરીરમાં ઓપન એનર્જીના ત્રણ સેન્ટર્સ હોય છે હાથ પગ અને ભાથુ પગમાં ઓપન નાડી હોય છે. જયાંથી ઉર્જાનો વિકાસ થાય છે. આશીર્વાદ લેવા માટે આપણે હાથથી સામેની વ્યક્તિના ચરણ સ્પર્શ કરીએ છીએ. એટલે કે આપણી એનર્જીનો એક સેન્ટર બીજાની એનર્જીના સેન્ટરમાં સંપર્ક કરે છે ત્યાર પછી સામેની વ્યક્તિ પોતાનો હાથ આપણાં માથા ઉપર મૂકે છે આનાથી એનર્જી સરકીટ થાય છે અને આપણને સકારાત્મક ઉર્જા મળે છે.
બીજુ આધ્યાત્મિક કારણ એ છે કે જે લોકો માતા-પિતા કે વડીલોનું સન્માન નથી કરતા તેમનામાં આ સકારાત્મક ઉર્જાની કમી રહે છે. હવે જો વૈજ્ઞાનિક રીતે જાઈએ તો આપણે આશીર્વાદ લેવા માટે વાંકા વળી વડીલ કે સાધુ- સંતના ચરણ સ્પર્શ કરીએ છીએ ત્યારે આપણાં શરીરમાં એક હલચલ પેદા થાય છે આપણે કસરત કરીએ ત્યારે કે એમજ કોઈ વસ્તુ પડી ગઈ હોય ત્યારે વાંકાવળીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણાં શરીરના કેટલાંક અંગમાં કટાક કરીને અવાજ પણ આવે છે આથી આપણને ખબર પડે છે કે ક્યાંક સાંધામાં તકલીફ છે પણ આશીર્વાદ લઈએ ત્યારે તે તકલીફ પણ દૂર થાય છે. આમ ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવાથી આપણને ચોક્કસ ફાયદો જ થાય છે.
ભારતીય સંસ્કૃતિમાં તો એમ કહેવાયુ છે કે દરરોજ સવારે માતા-પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા જાઈએ પણ આજે આવુ કરનારા કેટલાં ? આરતી વખતે આપણે તાલી પાડીને આરતી જેવી આવડતી હોય તેવી ગાઈએ છીએ તેમાં ભગવાન રાજી રહે છે અને તેનું ફળ આપણને મળે છે તાલી પાડવાથી આખા શરીરને ઉર્જા મળે છે અને રક્ત સંચાર સારી રીતે થાય છે આજે ઘણાં એવા યોગીઓ છે તેમણે તાલીમ પાડો અને બી.પી કન્ટ્રોલમાં રાખો તે સાથે આગળ વધી રહયા છે.
આમ આશીર્વાદ લેવા કોઈના ચરણ સ્પર્શ કરવાથી આપણે કંઈ નાના બાપના થઈ જતા નથી પણ તે સાથે આધ્યાત્મિકતા અને સંસ્કારની ભાવના રહેલી છે અને આથી ઘણીવાર આશીર્વાદનું આપણને ફળ પણ મળે છે.