પટણા: પતિ સાથે દલીલ થતા મહિલાએ દીકરાને ખવડાવ્યું ઝેર અને પછી પોતે પીધુ
પટણા, બિહારના મધુબનીના રજવાડા ગામમાં પતિ સાથે ઝઘડો થતા એક મહિલાએ ભયાનક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલા એના દીકરાને ઝેર ખવડાવી બાદમાં પોતે પણ ઝેર ખાય લીધું હતું. પરિવારના લોકોને જ્યારે આ વાતની જાણ થઇ તો બંનેને મધુબની સદર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ દરમિયાન ઝેર ખાવાથી મહિલાના ૩ વર્ષીય દીકરાનું મોત થઇ ગયું હતું.
આ બનાવ બાદ મહિલાના માતા-પિતાને સૂચના આપવામાં આવી હતી. મહિલાના ઘરવાળા આ પછી હોસ્પિટલ પહોંચ્યા હતા. મહિલાના પિતાએ જણાવ્યું કે તેમની દીકરીના લગ્ન ૨૦૧૬મા રામભજુ સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો પછી જ જમાઈ તેમની દીકરી સાથે મારપીટ કરતો હતો. કેટલીવાર તો એણે પણ સમજાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ એ છતા તેમનો જમાઈ મારપીટ કરતો હતો. તે કોઈની પણ વાત માનવા તૈયાર ન હતો.
મહિલાના પિતાએ કહ્યું કે ગુરુવારે એકવાર ફરી પતિ-પત્ની વચ્ચે દલીલ થઇ હતી, જેમાં મારી દીકરી અને ૩ વર્ષના પૌત્રને ઝેર પીવડાવી દેવામાં આવ્યું. આ ઘટનામાં ૩ વર્ષના વિવેકકુમારનું મોત થઇ ગયું, જ્યારે એમની દીકરી રુણા દેવી જિંદગી અને મોત વચ્ચે લડી રહી છે.
મહિલાનું પિયર પંડૌલ થાણા ક્ષેત્રના તેતરાહામાં છે. આ ઘટના પછી સદર હોસ્પિટલના ડૉક્ટરોએ સ્થાનીય પોલીસને સૂચના આપી દીધી હતી, ત્યારબાદ પોલીસ હોસ્પિટલ પહોંચી. પોલીસે મહિલાના પરિવારજનોને પૂછપરછ કરી હતી.HS1MS